________________
૩૬૫
પત્રાંક-૬૭૯ સનાતન જૈનધર્મ એવું આપણે સનાતન જૈન મંદિર એમ લખેલું હતું. દિગંબર મંદિર નહોતું લખેલું. હવે બધે આપણે દિગંબર લખીએ છીએ. લખવા પાછળ હેતુ એ છે કે કાળે કરીને શ્વેતાંબરના હુમલા થાય છે અને દિગંબર મંદિરોમાંથી શ્વેતાંબર મંદિરો થઈ જાય છે. કેમકે એમને તો ખાલી દાગીનો ચડાવવો કે એ કરવું એટલું જ હોય છે. બીજું કાંઈ તો શ્વેતાંબર કરવામાં વાંધો નથી. બાકી મૂળમાં કોઈ દિગંબર-શ્વેતાંબરના ભેદ મૂળમાં નથી કાંઈ. એને તો શરૂઆતમાં તો ચોથા ગુણસ્થાને તો માન્યતા સાથે સંબંધ છે અને એ તો તિર્યંચદશામાં પણ પામે. એ ક્યાં જાહેર પરિવર્તન કરવાના હતા ? એને કોઈ જાહેર પરિવર્તન કરવાનો પ્રસંગ
નથી.
(સંવત) ૧૯૭૮ની સાલમાં ‘ગુરુદેવને સમયસાર' (હાથમાં) આવ્યા પછી ક્યારે સમ્યગ્દર્શન પામ્યા એ કોઈને ખબર નથી. ક્યાં પામ્યા એ પણ કોઈને ખબર નથી. પરિવર્તન ૧૯૯૧માં કર્યું છે. બાર વર્ષ પછી. અને બાર વર્ષના ગાળામાં ૧૯૮૯ની સાલમાં બહેનશ્રીને સમ્યગ્દર્શન થયું છે. એ પહેલા એમણે બે વર્ષ, ત્રણ વર્ષ સાંભળ્યું. એવું છે. સંપ્રદાયબુદ્ધિએ ગણિત મૂકવા જાય તો નામ સાંભળીને ભડકે. “સુંદરદાસ' માટે જુઓ કેવો શબ્દ વાપર્યો છે? આગળ તો વળી વાંચવા જેવું છે. પાનું-૪૯૩. પહેલી લીટી.
‘ચિત્તમાં વૈરાગ્ય ઉપશમાદિ વિશેષ પ્રદીપ્ત રહેવામાં માત્ર એક વિશેષ આધારભૂત નિમિત્ત જાણી, શ્રી “સુંદરદાસાદિના ગ્રંથનું બને તો બેથી ચાર ઘડી નિયમિત વાંચવું પૂછવું...” (રાખશો). સન્શાસ્ત્રની વાત કરીને સુંદરદાસના ગ્રંથની વાત કરી છે. નીચે કહે છે કહે છે, કે “શ્રી સુંદરદાસે આત્મજાગૃતદશામાં શૂરાતન અંગ’ કહ્યું છે તેમાં વિશેષ ઉલ્લાસ પરિણતિથી શૂરવીરતાનું નિરૂપણ કર્યું છે – એટલા શબ્દો વાપર્યા છે ! એમનો ઉપયોગ એ બાબતમાં સાધરણ નહોતો પણ અસાધારણ હતો. એમનો જે ઉપયોગ (હતો એ) આવા વિષયમાં અસાધારણ હતો. ભૂતકાળના જ્ઞાનીઓની એ તારતમ્યતા પકડી લેતા હતા. કોણ ક્યાં ઊભો છે, કોણ ક્યાં ઊભો છે, કોણ કયાં ઊભો છે.
કહે છે કે, શ્રી કબીર, સુંદરદાસ આદિ સાધુજનો...' સાધુજનો એટલે એમના સંપ્રદાયના સાધુ હતા એ. “આત્માર્થી ગણવા યોગ્ય છે... એને આત્માર્થીની ભૂમિકા ગણવી યોગ્ય છે. “અને શુભેચ્છાથી ઉપરની ભૂમિકાઓમાં તેમની સ્થિતિ સંભવે છે. માત્ર શુભભાવવાળા છે એમ ગણવા જેવું નથી. અત્યંત