________________
પત્રાંક-૬૭૯
૩૬૩
પ. શુભેચ્છાથી માંડીને સર્વકર્મરહિતપણે સ્વસ્વરૂપસ્થિતિ સુધીમાં અનેક ભૂમિકાઓ છે.' અસંખ્ય ભૂમિકાઓ છે. શુભેચ્છાથી માંડી એટલે કોઈ જીવ શુભભાવમાં આવે, કષાયની મંદતામાં આવે. કષાય મંદ થાય એમાંથી એકેન્દ્રિયમાંથી બે ઇન્દ્રિય થાય. એટલો જ્ઞાનનો ઉઘાડ વધે. એકેન્દ્રિયમાંથી બેઇન્દ્રિય થાય. સ્પર્શેન્દ્રિયમાંથી રસનાઇન્દ્રિય સુધીમાં આવે, ત્યાંથી માંડીને કેવળજ્ઞાન થાય, સર્વ કર્મરહિતપણે જે સ્થિતિ થાય, એ સ્વરૂપસ્થિતિ સુધીમાં અનેક ભૂમિકાઓ છે. મુખ્ય એના ચૌદ ગુણસ્થાન લીધા. પણ એક એક ગુણસ્થાનના અસંખ્ય ભેદ છે. એક ગુણસ્થાનના સ્થૂળપણે જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ત્રણ ભેદ લ્યો. સૂક્ષ્મપણે એક ગુણસ્થાનના અસંખ્ય ભેદ છે. એમાં આઠ, નવ, દસ, બાર, આ ચાર અને તેરમું ગુણસ્થાન પાંચમું, શ્રેણી માંડે તો અંતર્મુહૂર્તમાં આવે, એવા આઠમા ગુણસ્થાને વર્તતા એક સમયમાં આઠમા ગુણસ્થાને એકથી વધારે જીવો વર્તતા હોય તો દરેકની તારતમ્યતા જુદી. કહેવાય બધાને આઠમું અત્યારે વર્તે છે. જેટલા શ્રેણીમાં હોય એટલાને. દરેકની તારતમ્યતા જુદી. કેમકે એક સમયમાં એવા અનંત અવિભાગ પ્રતિચ્છેદ હોવાથી એક એક ગુણસ્થાનની અંદર દરેકની સમય સમયની યોગ્યતાની તારતમ્યતાના અસંખ્યાત ભેદ લીધા છે.
શુભેચ્છાથી માંડીને સર્વકર્મરહિતપણે સ્વસ્વરૂપસ્થિતિ સુધીમાં અનેક ભૂમિકાઓ છે. જે જે આત્માર્થી જીવો થયા, અને તેમનામાં જે જે અંશે જાગૃતદશા ઉત્પન્ન થઈ, તે તે દશાના ભેદે અનેક ભૂમિકાઓ તેમણે આરાધી છે.' બધા આત્માર્થી જીવો, મોક્ષમાર્ગી જીવો અનેક ભૂમિકામાંથી પસાર થયા છે, અનેક ભૂમિકાનું આરાધન કરીને આગળ વધ્યા છે. શ્રી કબીર, સુંદરદાસ આદિ સાધુજનો આત્માર્થી ગણવા યોગ્ય છે,... એને અમે આત્માર્થી ગણીએ છીએ અથવા એને અમે માર્ગાનુસારી ગણીએ છીએ.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :- હા. એટલે સંપ્રદાયમાં નહોતા. આત્માર્થી હતા. આત્માર્થી માર્ગાનુસારી હતા. આત્માર્થી કરતા પણ એને તો માર્ગાનુસારી કીધા છે.
...
મુમુક્ષુ ઃ
પૂજ્ય ભાઈશ્રી :– ‘ગુરુદેવ’ને જ્યારે સમ્યગ્દર્શન થયું, આત્માર્થી પછી આગળ વધો ત્યારે શું આવે ? સમ્યગ્દર્શન. સમ્યગ્દર્શન હતું ત્યારે શું હતું ? ગુરુદેવને જ્યારે સમ્યગ્દર્શન હતું ત્યારે શું હતું ? કુલિંગમાં હતા. સ્થાનકવાસી
...