SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ રાજહૃદય ભાગ-૧૩ અને ભાવનાનો પ્રકાર છે એમાં અંતર રહી જાય છે, અંતર પડે છે. મુમુક્ષુ - અનુભવપૂર્વકની વાણીનું સ્વરૂપ જ જુદા પ્રકારનું છે. પૂજ્ય ભાઈશ્રી :- એનો રસ જ જુદો આવે ને. અંદરથી જે રસ આવે, એમાં વિશેષ એક તો ધારા હોય છે. વિશેષ આત્મભાવનો એ વખતે આવિર્ભાવ થાય છે. એ વાત કરતા એ વિષયને હાથમાં લેતા એ વખતે અંદરથી આત્મામાં વિશેષ આત્મરસનો આવિર્ભાવ થાય છે. એ પ્રકાર પેલાને ક્યાંથી આવે ? ન આવી શકે. ભલે રુચિ હોય, ભાવના હોય, એની મર્યાદા છે. આ એ મર્યાદાથી ઘણો આગળનો વિષય છે. અહીંયાં તો એવા રુચિવાળાને નથી લીધો. અહીંયાં તો જે શીખી લીધેલી વાત છે એની વાત કરે છે. પણ પોતાને કાંઈ એ બાજુનો રસ નથી, ભાવના નથી પણ છતાં વાત કરે છે. તો ત્યાં શું હોય છે કે ઉદ્દેશ બીજો હોય છે. એક સ્વરૂપપ્રાપ્તિના ઉદેશ અને ભાવનાથી વાંચન થાય અને એક એ સિવાયના અન્યથા ઉદ્દેશથી થાય. એમાં કોઈને કોઈ લૌકિક અભિનિવેશ, કોઈને કોઈ બીજો ભૌતિક કાંઈને કોઈ પ્રકાર જે અન્યથા હોય છે એ મોટો વિપર્યા છે. એટલે મુમુક્ષજીવ પણ રુચિ અને ભાવનાથી વાંચન કરે તો સારી વાત છે. કેમકે એ પોતાની રુચિ અને ભાવના એ નિમિત્તે વૃદ્ધિગત કરશે. એટલું પણ) જો ન હોય તો એણે તો વાંચન કરવું જ ન જોઈએ. એ પોતાનું અહિત કરશે. શું કરશે ? અહિત કરશે. કેમકે ઉપદેશ દેનારનું જગતમાં માન મોટું છે. ભલે કેવો ઉપદેશ દે છે એ વાત એક બાજુ મૂકો. પણ ઉપદેશ દેનારનું માન જગતમાં મોટું છે. અને મનુષ્યપર્યાયમાં માનપ્રકૃતિ જીતવી સૌથી વધારે કઠણ છે. એટલે એને અહિત થતા વાર ન લાગે. ‘ગુરુદેવ તો ઘણી અંગત ચર્ચાઓ કોઈ વાર કરતા હતા. એ ઉપરથી સમજવાનું શું છે ? ‘ગુરુદેવને તો વિકલ્પ આવ્યો ને કહ્યું પણ સમજવાનું એ છે કે આમાં વાંચન કરે એટલે વાંચન કરનારને લાભ જ થાય એવું નથી. વાંચન કરનારને શાસ્ત્રનું વાંચન કરતા કરતા નુકસાન થાય એવું પણ બને છે. એ પ્રશ્ન બહુ જ સંભાળીને વિચારવા જેવો છે. એટલા માટે ફરીને ફરીને એ વિચાર આવે છે કે વાંચનની પદ્ધતિ છોડીને સત્સંગની પદ્ધતિમાં મુમુક્ષુએ આવવું. જે આપણે ત્યાં પણ પદ્ધતિ છે એ વાંચનની પદ્ધતિ ચાલુ રહી છે. પણ વાંચનની પદ્ધતિ કરતા સત્સંગની પદ્ધતિમાં મુમુક્ષુઓ. હોય તો વધારે લાભનું કારણ થાય અથવા તો કોઈને નુકસાનનું કારણ ન થાય.
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy