________________
૩૩૪
રાજહૃદય ભાગ-૧૩
?
પત્થરનો Light જેને કહેવામાં આવે છે, જે પ્રકાશવાળો પત્થર હોય છે, તે ખોટા હીરામાં હોતા નથી. સાવ આંધળું લાગે. કેવો લાગે ? ઝવેરીઓની ભાષામાં એને આંધળો કહે છે. આ તો આંધળું નંગ છે એમ કહે. શું કહે ? આ નંગ સાવ આંધળું છે. ફેંકો એને બહાર ફેંકો, જુદું કાઢી નાખો.
મુમુક્ષુ :- પ્રકાશ નથી એટલે આંધળું.
પૂજ્ય ભાઈશ્રી :– હા, પ્રકાશ નથી માટે આંધળું. અંધારું દેખાય છે. એવો ફેર છે. અહીંયાં રાત્રિ-દિવસની વાત લીધી છે.
કેમકે રાત્રિદિવસના ભેદની પેઠે અજ્ઞાની જ્ઞાનીની વાણીને વિષે આશય ભેદ હોય છે,...’ આશય ભેદ તો તારવી શકે છે પણ તારતમ્યભેદ પણ જ્ઞાની તારવી શકે છે અને એ દૃષ્ટાંત ‘સોગાનીજી’નું પ્રસિદ્ધ છે. ‘સોગાનીજી’ની વાણી રહી ગઈ અને એ વાણીની તારતમ્યતા ઉ૫૨થી એમણે એમની ગતિમાં કેટલા ભવ બાકી છે એ પણ કાઢી લીધું. એટલે એમની પુરુષાર્થની જે ઉગ્રતા હતી એ પણ પ્રસિદ્ધ કરી દીધી. એ વિશેષપણે જ્ઞાની બરાબર સમજી શકે છે. વિશેષ લઈશું...
મુમુક્ષુજીવ માટે (દેવ,મુનિ,જ્ઞાનિ) સજીવનમૂર્તિનો યોગ પરમ કલ્યાણકારી છે. તથાપિ સત્પુરુષનો યોગ અધિક કલ્યાણને યોગ્ય નિવડે છે. કારણકે તેમનું પરિણમન મુમુક્ષુને વર્તમાન પ્રયોજન માટે એકદમ બંધ બેસતું (Fit) છે અને જ્ઞાનીપુરુષ પણ ખાસ કાળજી લઈને માર્ગદર્શન આપે છે. જ્યારે ઉપરના ગુણસ્થાનમાં વીતરાગતા વિશેષ હોવાથી તેઓ સ્વરૂપમાં ડુબેલાં રહે છે, અને ગ્રામ, નગરમાં તેમની ઉપલબ્ધિ પણ સુલભ નથી. જ્યારે જ્ઞાનીપુરુષ ઉપલબ્ધ હોય છે. નમસ્કાર મંત્રમાં સિદ્ધ ભગવાન પહેલા, અરિહંત ભગવાનને નમસ્કાર કર્યા છે, તેમાં આ’ સંકેત છે.
(અનુભવ સંજીવની–૧૫૨૪)