________________
રાજદ્રય ભાગ-૧૩
પત્રક-૬૪૧
મુંબઈ, આસો સુદ ૧૨, ૧૫૧ દેખતભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય' એવો સ્પષ્ટ અનુભવ થાય છે; તેમ છતાં તે જ દેખતભૂલીના પ્રવાહમાં જ જીવ વહ્યો જાય છે, એવા જીવોને આ જગતને વિષે કોઈ એવો આધાર છે કે જે આધારથી, આશ્રયથી તે પ્રવાહમાં ન વહે?
૬૪૧મો પણ “સોભાગ્યભાઈ ઉપરનો છે. Postcard છે. “દેખતભૂલી ટળે તો સર્વ દુખનો ક્ષય થાય' એવો સ્પષ્ટ અનુભવ થાય છે;” આ જે અવતરણ ચિલમાં વાકય એક લખ્યું છે. એ વાક્ય “સોભાગભાઈનું લખેલું છે. એટલે અવતરણ ચિલમાં આપ્યું છે. તમે એમ લખ્યું કે “દેખતભૂલી ટળે તો સર્વ દુખનો ક્ષય થાય એવો સ્પષ્ટ અનુભવ થાય છે, તેમ છતાં તે જ દેખતભૂલીના પ્રવાહમાં જ જીવ વહ્યો જાય છે, એવા જીવોને આ ક્વતને વિષે કોઈ એવો આધાર છે કે જે આધારથી, આશ્રયથી તે પ્રવાહમાં ન વહે? આવો એક પ્રશ્ન પોતે ઉઠાવ્યો છે.
દેખતભૂલ. દેખતભૂલી એટલે શું ? કે જગતની અંદર આ એક જે દોષની પરંપરાઓ ચાલી છે, ચાલી રહે છે એમાં આ દેખતભૂલ છે કે આણે આનું આમ કર્યું અને આણે આનું આમ કર્યું. એક પદાર્થ બીજા પદાર્થનું કાંઈ ને કાંઈ નફોનુકસાન કરે છે. હિત-અહિત કરે છે, લાભ-અલાભ કરે છે એ જગતના જીવોની માન્યતા છે એ દેખતભૂલ છે. આ દેખાય આવે એવી ભૂલ છે. ખરેખર જો કોઈ કોઈને લાભ-નુકસાન પહોંચાડી શકતું હોય તો કોઈ વસ્તુ વ્યવસ્થા રહી શકે નહિ. કેમકે બધાના પરિણામ અનુસાર બધા કાર્યો થવા લાગે. સામે સામા પરિણામ હોય તો કોને થાય ને કોનું ન થાય? જગતની અંદર બે વિરુદ્ધ અભિપ્રાયવાળા અનેક જીવો હોય છે. તો પછી બંનેનું કામ તો થઈ શકે નહિ. કેમકે વિરુદ્ધ અભિપ્રાય છે. એકનું થાય છે એનો અર્થ કે એકના અભિપ્રાય અનુસાર થતું નથી. તો કોઈના પરિણામ અનુસાર થાય છે અને કોઈના પરિણામ અનુસાર નથી થતું તો આનો નિયમ શું? આનું Logic શું ? આનું કારણ-કાર્ય શું? વસ્તુસ્થિતિ શું છે? વસ્તુસ્થિતિ એ છે કે ખરેખર કોઈનું કાર્ય કોઈ કરી શકે એ વસ્તુસ્થિતિ છે જ નહિ. દરેક પદાર્થ પોતાના ગુણધર્મ અનુસાર, પોતપોતાના સ્વકાળમાં પોતાની પરિપક્વ