SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રક-૬૭૪ ૨૪૯ જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાય રહિત થયા છે, તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમભક્તિથી નમસ્કાર હો ! નમસ્કાર હો ! તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર હો ! નમસ્કાર હો !! શ્રી ડુંગર આદિ સર્વ મુમુક્ષુજનને યથાયોગ્ય. ૬૭૪. એમાં પણ % સશ્સ્પ્ર સાદ શ્રીગુરુની કૃપા અથવા અનુગ્રહની ભાવના છે. બીજુ Heading બાંધ્યું છે. દેહધારી છતાં નિરાવરણશાન સહિત વર્તે છે. ૬૭રમાં જે ચર્ચા કરીને? કાયા સુધી માયા. તો કહે છે, એવું નથી. દેહધારી છતાં નિરાવરણશાનસહિત વર્તે છે એવા મહાપુરુષોને ત્રિકાળ નમસ્કાર.” એવા જે વીતરાગો છે, અરિહંતો છે, જિનેન્દ્રો છે કે જે દેહધારી છતાં નિચવરણશાનસહિત વર્તે છે.” જ્ઞાનનું આવરણ જેને છૂટી ગયું છે. સદેહે મુક્તદશામાં વર્તે છે એવા મહાપુરુષોને ત્રિકાળ નમસ્કાર.” એ મથાળું બાંધી લીધું. આગલા પત્રની અંદર ચર્ચા ચાલી છે એટલે વાતને સ્થાપી. એ વાતને Heading માં સ્થાપી દીધી. ત્યાં ચર્ચા કરી હતી. અહીંયાં તો સૂત્ર તરીકે સ્થાપી. નમસ્કારનું સૂત્ર છે એ. “આત્માર્થી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા. સર્વ કષાયનો અભાવ, દેહધારી છતાં પરમજ્ઞાની પુરુષને વિષે બને, એ પ્રકારે અમે લખ્યું તે પ્રસંગમાં અભાવ શબ્દનો અર્થ ક્ષય' ગણીને લખ્યો છે. ૬૭૨માં જે ફાગણ સુદ ૧૦નો પત્ર છે અઠવાડિયા પહેલાનો એમાં જે અભાવ શબ્દ વાપર્યો છે, આમાં એ શબ્દ છે બીજી લીટીમાં. (પાનું) ૪૯૩માં છે ને ? સંજ્વલનાદિ કષાયનો અભાવ. એ અભાવ શબ્દ એક જગ્યાએ વાપર્યો છે. કેવળ સર્વ પ્રકારના સંજ્વલનાદિ કષાયનો અભાવ...” અભાવ એટલે ક્ષય થઈ શકવા યોગ્ય લાગે છે....' ક્ષય શબ્દ એટલા માટે બોલવામાં લીધો હતો કે અહીંયાં એનો અર્થ એમણે ક્ષય કર્યો છે. અભાવ એટલે મંદતા નહિ એમ કહેવું છે. કષાયની મંદતા એ કષાયનો અભાવ નથી, ક્ષય નથી. કષાયની તીવ્રતા અને કષાયની મંદતા એ તીવ્ર મંદતાનો Factor જુદો છે અને કષાયનો અભાવ થવો એ મુદ્દો આખો જુદો છે. તીવ્રતા-મંદતામાં તો કોઈપણ જીવ આવે છે. નિગોદનો જીવ પણ કષાયની મંદતામાં આવે. એના ફળમાં બે ઈન્દ્રિયથી પંચેન્દ્રિય થઈ જાય. પણ કષાયનો અભાવ તો સમ્યમાર્ગની પ્રાપ્તિ થતાં જ
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy