________________
ર૩ર.
રાજહૃદય ભાગ-૧૩ એક સમયમાં પુરુષાર્થ કરતા જો પૂર્ણ દશા થતી હોય તો બીજો સમય એને જોતો નથી. કોઈ જ્ઞાનીને નથી જોતો. મારે હજી આ કામ બાકી રહી ગયું છે ને, એ પૂરું થાય ને પછી મોક્ષ મને આવે તો વાંધો નહિ. એ કોઈ જ્ઞાનીનો અભિપ્રાય નથી. હવે
જ્યારે બધા જ જ્ઞાનીઓનો એવો અભિપ્રાય છે કે અત્યારે જ પૂર્ણ થઈ જવાય તો સારું. છતાં કોઈને કેટલો કાળ લાગે. કોઈને કેટલો કાળ લાગે. કોઈને કેટલો કાળ લાગે. એનું શું કારણ છે ? કે પોતે પણ પૂર્વે એ પ્રકારના પરિણામ કર્યા છે એટલે પોતાની પણ જે મલિનતાની યોગ્યતાઓ છે એ ઊભી છે. એ સ્વપદાર્થને વિષે વિજ્ઞાન છે. પરપદાર્થમાં જેવા પરિણામ કર્યા છે એને અનુકૂળ પ્રતિકૂળ સંયોગો પણ આવ્યા વિના રહેવાના નથી.
પોતે રાગ કર્યો છે એ અપરાધ પોતે કર્યો છે. તો અપરાધનો દંડ મારે ભોગવવો નથી. અપરાધ કરવો છે અને દંડ ભોગવવો નથી. એવી અપ્રમાણિકતા જ્ઞાનીઓને મોક્ષમાર્ગમાં તો હોઈ શકે નહિ. એ તો સ્પષ્ટ છે કે મારા બધા અપરાધો હું ભોગવી લઉં, સમભાવથી ભોગવી લઉં. વિષમ પરિણામે નહિ પણ સમભાવે હું ભોગવી લઉં અને મારી મુક્તિ થાય એમ જ હું ઇચ્છું છું. હું એમ ઇચ્છતો નથી કે મારા અપરાધ મારે ભોગવવા ન પડે અને હું મુક્તિમાં ચાલ્યો જાવ. એ પ્રકારના અપ્રમાણિકતાના વિચારો કે ભાવો જ્ઞાનીને હોતા નથી. અને એને કાંઈ ભોગવવામાં વાંધો નથી. એને દુ:ખેય નથી અને સુખેય નથી. ન તો પુણ્યના ઉદયમાં એને સુખ છે, ન તો પાપના ઉદયમાં એને દુઃખ છે. કેમકે એ સારી રીતે જાણે છે કે જે સંયોગો પ્રતિકૂળ-અનુકૂળ કહેવાય છે એ ખરેખર તો અનુકૂળ પ્રતિકુળ છે નહિ. જીવોને એની કલ્પના છે. મારે તો એ કલ્પના છૂટી ગઈ છે. જ્ઞાનદશા થતા એ કલ્પના મને છૂટી ગઈ છે. અને તે તે સંયોગો મને દુઃખ આપવા કે સુખ આપવા સમર્થ નથી. એમાંથી દુઃખ પણ આવતું નથી અને સુખ પણ આવતું નથી. પછી એ સંયોગો ઊભા થાય એમાં મારે વાંધો શું ? કે મારે કાંઈ મારે એની અંદર છે નહિ. ખુશીથી તમ તમારે આવો, તમારું લેણું લઈ જાવ. મને કાંઈ વાંધો આવે એવું નથી.
મુમુક્ષુ - જૈનદર્શન સ્ફટિક જેવું ચોખ્ખું છે.
પૂજ્ય ભાઈશ્રી :- ચોખે ચોખ્ખો માર્ગ છે. ચારે પડખેથી નિર્દોષ માર્ગ છે. એટલે એને સમ્યમાર્ગ કહેવામાં આવે છે.
બીજા લોકો તો એમ કહે છે કે, ભાઈ ! પાપ કર્યા હોય એને આપણે ધોઈ