SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ રર૭ પત્રાંક-૬૦૦ ઈિ સિદ્ધાંત આમાં લાગુ પડે છે. પૂજ્ય ભાઈશ્રી :- દરેકમાં એવું છે. ચારિત્રમાં મુનિદશાની અંદર જુઓ. કેવળજ્ઞાન સાધવા નીકળ્યા છે અને ન સાધે તો ચોથે વયું જાવું પડે. ભવાંતરમાં તો. પોતે એક જગ્યાએ લખે છે કે, આને આ ગુણસ્થાનમાં હજી આગળ આવશે. આપણે નથી આવ્યું. બહુ સમય રહ્યો. અમને હવે એમ લાગે છે કે આગળ નહિ ચાલીએ તો નક્કી કાંઈક નુકસાન થઈ જશે. એવો ભય લાગે છે હવે. એક જગ્યાએ એવું લખે છે. પોતે સંકેત કર્યો છે પોતાની ભાષામાં. એટલે એનો અર્થ જ એવો છે કે પરિણામ છે એ ચાલ છે અને વિકાસ બાજુ ચાલવું, આત્માના વિકાસ તરફ પરિણામને ગતિમાન રહેવું, પરિણામ તો ગતિમાન જ રહેવાના છે પણ વિકાસની દિશામાં ગતિમાન રહે એ વાત બરાબર સાવધાનીથી તપાસવી જોઈએ. નહિતર પાછળ જતાં વાર લાગે નહિ. મુમુક્ષુ- મુમુક્ષુ માટે તો ... પૂજ્ય ભાઈશ્રી – મુમુક્ષુની દશા તો એટલી બધી નાજુક અને નબળી છે કે વૈરાગ્યથી બહુ દીર્ઘકાળ સુધી સત્સંગને ઉપાસ્યો હોય અને એને પરિણામમાં ઠીક ઠીક પ્રમાણમાં મુમુક્ષતા આવી હોય અને એક પ્રસંગ ઉદયમાં એવો આવે. એક દિ ધોવાઈ જતાં વાર ન લાગે. દીર્ઘકાળ સુધી ઉપાસેલો સત્સંગ અને વૈરાગ્ય ઉપશમની એ બધી વૃત્તિઓ એ જ્યાં કોઈ એક એવો પ્રસંગ આવે તો બધું એકસાથે સાફ થઈ જાય. વાર ન લાગે. એટલે એને તો એક બાળક જેમ હાલતાચાલતા વારંવાર પડી જાય એમ એને તો પડવાની બહુ જ પરિસ્થિતિ છે. એટલે એણે તો વધારે સાવધાની રાખવા માટે એને સત્યરુષના આશ્રયમાં મૂકી દીધા છે. કે તું બાળક છો, તારે વાલીની જરૂર છે. બાળકને વાલી હોય ને ? એની દેખરેખ રાખનાર. એના મા-બાપને વાલી કહેવાય છે. કોઈપણ દેખરેખ રાખનારને વાલીGuardian કહેવાય છે. મુમુક્ષુને Safeguard કર્યા છે કે તું સત્યરુષના ચરણમાં રહે તો બચી જઈશ. નહિતર બચવાનો આરોવારો નથી. મુમુક્ષુ – “શ્રીમદ્જીનો ઉપદેશ બધો ચેતવણીરૂપ જ છે. પૂજ્ય ભાઈશ્રી – હા. બહુ મુમુક્ષુને તો એટલો સરસ માર્ગદર્શનનો વિષય લીધો છે. બહુ Guideline આપી છે. ‘સર્વ કાર્યમાં કર્તવ્ય માત્ર આત્માર્થ છે. બધા જ કરવા યોગ્ય કાર્યમાં એક આત્માર્થ જ કર્તવ્ય છે. એ સંભાવના...” એવી જે આત્માર્થની ભાવના, સમ્યક
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy