SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ પત્રાંક-૬૬૮ લેવું સારું છે, સાંભળી લેવું સારું છે. બે પ્રસંગ છે. આપણે એકાંતમાં ચિંતવન કરી લેવું સારું છે. ત્રીજી વાત આ છે કાં તો કહે આપણે સાંભળો. આ અત્યારે સાધન થઈ ગયા છે ને Tape recording ને બીજા-ત્રીજા. કાં તો આપણે ઘરે બેસીને વાંચો. કાં તો કહે એકાંતમાં બેસીને ચિંતવનમાં ઊતરો. કાંઈ સત્સંગની જરૂર નથી. અથવા આપણને એના કરતા આમાં પણ કાંઈક ઠીક લાગે છે. તો એણે હજી એ સત્સંગ સંબંધી કોઈ પાકટ વિચાર કર્યો હોય, પરિપક્વ વિચાર કર્યો હોય એવું દેખાતું નથી. “એમાં વિચારવાનને કોઈ રીતે વિકલ્પ...” વિકલ્પ એટલે કોઈ બીજો Alternative આના બદલે આ. એની બદલી, વિકલ્પમાં એની અવેજી. એ વાત મુમુક્ષુ જીવે વિચારવા જેવી નથી. મુમુક્ષુ - બહુ દઢતાપૂર્વક લખ્યું છે. પૂજ્ય ભાઈશ્રી - બહુ અનુભવથી લખ્યું છે. એમણે પોતાના અનુભવનો નિચોડ કાઢીને વાત મૂકી છે. એ પોતે બહુ હેરાન થયા છે. પાછલા ભવોમાં એમણે કાંઈ પ્રયત્ન કરવામાં બાકી નથી રાખ્યું કે અત્યારે બીજા જીવો જે પ્રયત્ન કરે છે એથી ઓછો કર્યો હોય એવું નથી. બહુ પ્રયત્ન કર્યો છે અને ત્યારપછી જે સત્સંગથી સફળતા મળી છે એ ચપટી વગાડે એવી રીતે મળી છે. જેમ કહે છે ને કે. કર્યો કોયડો કોડીનો નહિ. એમ સત્સંગમાં કોઈ આત્મજ્ઞાની મહાત્મા એમને મળ્યા છે. અને ૧૯૪મો પત્ર એમણે જે લખ્યો છે એ એના ઉપર લખ્યો છે. કે એ મહાત્મા મળતા એમને જે આત્મજ્ઞાન થયું છે એ એવું સુલભપણે થયું છે કે એમને થયું કે આ ખોટો પરિશ્રમ કર્યો હતો. અત્યાર સુધી આ બધી માથાફોડ કરી એ ખોટે રસ્તે કરી, સાચો રસ્તો પકડ્યો નહિ અને તેથી મને આત્મજ્ઞાન ન થયું, હવે આત્મજ્ઞાન થતાં આ વાત મને સમજાય છે. ૧૯૪. પત્રની શરૂઆત બહુમાન કરીને કરી છે. પાનું-૨૫૯. જે જ્ઞાનીપુરુષથી એમને જ્ઞાન થયું છે એના માટે એમણે કેટલાક બહુમાનવાચક શબ્દો વાપર્યા છે કે, “ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષના ચરણારવિંદ...' ભક્તિથી શરૂઆત કરી છે. સીધી એમના ચરણકમળની વાત કરી છે. “ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષના ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને (જ્ઞાનીપુરુષની) સમ્યપ્રતીતિ આવ્યા વિના...” એટલે ઓળખાણ થયા વિના, વિશ્વાસ આવ્યા વિના કે આત્મજ્ઞાની જ છે. “સસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. થવાની જ નથી. જોકે
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy