SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રક-૬૬૭ ૨૦૧ પાંચ-સાત માઈલ દૂર બુદ્ધગયા’ નામનું સ્થળ છે ત્યાં તો એમનો મુખ્ય આશ્રમ છે. ગૌતમબુદ્ધનો મુખ્ય આશ્રમ છે અને ત્યાં બૌદ્ધના મંદિરો જુદા જુદા પરદેશવાળાએ પણ ત્યાં બાંધ્યા છે. જાપાન’વાળાએ બાંધ્યા છે, ચીન'વાળાએ બાંધ્યા છે, ‘રંગુન’વાળાએ બાંધ્યા છે, હિન્દુસ્તાનવાળાએ પણ ઘણા મંદિરો (બાંધ્યા છે). એ એમના વિષયમાં. એમને વૈરાગ્ય થયો હતો. વાત તો એટલી જ લેવી છે. સિદ્ધાંતિક વાત અહીંયાં નથી લેવી. કેમકે એ વાત તો ૨૭મા વર્ષમાં ‘ગાંધીજી’ને કહી ચૂકયા છે કે ગૌતમબુદ્ધ મોક્ષે ગયા નથી. ‘ગાંધીજી’એ પ્રશ્ન પૂછ્યો છે કે ‘ગૌતમબુદ્ધ’ મોક્ષે ગયા નથી. આપણા દેશમાં પણ રાજચિહ્નમાં, ધાર્મિકચિહ્નમાં બૌદ્ધધર્મનું ચિહ્ન છે. અશોકચક્ર છે ને ? ‘સમ્રાટ અશોક’ હતો એ બૌદ્ધ ધર્મને અનુસરનારો હતો. એનું ચક્ર આપણા રાષ્ટ્રધ્વજમાં છે. અશોકચક્ર જેને કહેવામાં આવે છે. અશોકસ્તૂપમાં છે એ. એટલે હિન્દુસ્તાનમાં પણ રાજ્યની અંદર તો બૌદ્ધધર્મની પ્રથા ચાલે છે, આજે પણ. ‘ગૌતમબુદ્ધ’ને એમના જીવનની અંદર જન્મ્યા ત્યારથી... એ રાજકુમાર હતા. એમના જોષ (જોવડાવેલા). એ તો રાજકુમા૨ જન્મે ત્યારે તો એના જોષ જોવડાવામાં આવે. સામાન્ય પૈસાદાર માણસો પણ કુંડળીને એ બધું કરાવે છે. ત્યારે રાજ્યની અંદર તો જ્યોતિષિઓને પૈસા આપવામાં આવતા હોય છે, એને પોષણ આપવામાં, દાન આપવામાં આવતું હોય છે. એટલે જ્યોતિષિઓ રાજકુમારના તો જોષ જોવે. ત્યારે એવી ભવિષ્યની આગાહી કરવામાં આવેલી કે આ રાજકુમાર કોઈ મોટા ધર્માત્મા થશે, ત્યાગી થશે. સંસારમાં આ માણસ રહેવાનો નથી. એવી કુંડળી જોયેલી ત્યારે એના મા-બાપને પસંદ નહિ પડેલું. મારો છોકરો રાજપાટ ભોગવ્યા વગર જંગલમાં ભાગી જાય એવું હું ઇચ્છતો નથી. એટલે એને કોઈપણ વૈરાગ્ય થાય એવા પ્રસંગો નજરે ન ચડે એવી રીતે એને રાજમહેલની અંદર સાચવવાનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. આને ક્યાંય વૈરાગ્ય ન થાય. વૈભવવિલાસમાં પડી જાય એવી જ રીતે આને રાખો. ક્યાંય આ માણસને એવું ન લાગવું જોઈએ કે આ સંસારમાં દુઃખ છે, દુઃખી માણસોને કે દુઃખના પ્રસંગો એની નજરે ન ચડવા જોઈએ. અને આપણા રાજમહેલની અંદર તો ક્યાંય દુ:ખ ન દેખાય એવી વ્યવસ્થા કરી શકાય એવું છે. આજે નહિ તો એ જમાનામાં પણ.. આજે ‘નિલમબાગ’ જોઈએ છીએ તો બે-ચાર Square mile ના ઘેરાવામાં છે. મોટા મોટા રાજાને તો માઈલો સુધી કોઈ વસ્તી જ ન દેખાય, એના બાગ-બગીચા અને
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy