________________
પત્રક-૬૬૧
૧૪૯
હું અમારા બધા આગમોને માનું છું. તો કહે છે કે એક આત્માર્થ સિવાય, શાસ્ત્રની કોઈપણ પ્રકારે જીવે માન્યતા કરી હોય અને એ માન્યાનો સંતોષ પણ એણે કર્યો હોય તો તેને અમે શાસ્ત્રીય અભિનિવેશ કહીએ છીએ. ભલે શુભભાવ કરે છે. એ શાસ્ત્રના નિમિત્તે ભલે શુભભાવ જીવ કરે છે તોપણ તે શાસ્ત્રીય અભિનિવેશ છે.
મુમુક્ષુ :- આત્માર્થમાં શબ્દમાં ભાવ શું ભર્યો છે ?
પૂજ્ય ભાઈશ્રી :- આત્માનું પ્રયોજન સરે. અર્થ નામ પ્રયોજન. આત્માના હિતરૂપ પ્રયોજન સરે તેને આત્માર્થ કહીએ. અર્થ નામ પ્રયોજન. જેની પ્રાપ્તિ કરવી છે તે. આત્મપ્રાપ્તિ કરવી તે આત્માર્થ છે. આ વિદ્યાર્થી કહે છે કે નહિ ? વિદ્યાની પ્રાપ્તિ માટે આવેલા માણસને વિદ્યાર્થી કહે છે. ધનની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરનારને ધનાર્થી કહેવામાં આવે છે. એમ આત્મપ્રાપ્તિ માટે જેનો પ્રયત્ન છે તેને આત્માર્થી કહીએ. આત્મપ્રાપ્તિ માટે જેનો પ્રયત્ન નથી તે ગમે તે કરતો હોય તોપણ તે આત્માર્થી નથી.
મુમુક્ષુ :- આત્માર્થીની ભાવના તો હોય છે પણ કાર્ય તો થતું નથી તો એ આત્માર્થી કહેવો કે નહિ ?
પૂજ્ય ભાઈશ્રી :– હવે એમાં એવું છે કે લગની ઉ૫૨ આધાર છે. કાર્ય થતું નથી તો કાર્ય થવા માટે કેટલી લગની છે ? જો આત્મપ્રાપ્તિની લગની લાગે તો તો આત્માર્થી છે. પણ એમનેમ ઓઘસંજ્ઞાએ પડ્યો રહે અને એમ કહે કે આપણે તો સત્શાસ્ત્રો વાંચીએ છીએ, સદૈવ-ગુરુ-શાસ્ત્રને માનીએ છીએ. કયારેક આપણો નંબર (લાગી જશે). કાળલબ્ધિ આવશે ને પાકી જાશે ત્યારે કાળલબ્ધિ પાકતા કાંઈક નંબર લાગી જશે. એનો અર્થ શું છે ? કે પોતાને પ્રાપ્તિ નથી છતાં એની દ૨કા૨ નથી. ઓઘસંશામાં જીવને ૨હેવાનું કારણ શું ? આ એક તપાસવા જેવો વિષય છે. અંદરમાં તપાસ કરવા જેવો વિષય છે કે જીવ કેમ ઓઘસંજ્ઞામાં રહી જાય છે ? અને ઓઘસંશા કેમ એની છૂટતી નથી ? કે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાંથી છૂટવા માટેની એની દરકાર નથી. નહિતર ઓઘસંજ્ઞા છૂટ્યા વગ૨ રહે નહિ. ત્યાં સંતોષાય જાય છે ?
મુમુક્ષુ
?
?
પૂજ્ય ભાઈશ્રી :– હા. સંતોષાય જાય છે. અથવા એમ છે ને કાંઈક તો કરીએ છીએ ને ? કર્યા વગર તો રહેતા નથી ને ? આટલું તો કરીએ છીએ ને ? એવી કાંઈકને કાંઈક એને ઊંડે ઊંડે (કલ્પના કરી લીધી છે). જે ખરેખર આત્મકલ્યાણ માટેના પરિણામ નથી એને આત્મકલ્યાણના પરિણામ માની લીધા છે કે આમ
-