________________
પત્રક-૬૫૦ સમ્યગ્દર્શન એ વિભાવોને કાપવાનું સુદર્શન ચક્ર છે, જેને ઉત્પન્ન થયું એનો પુરુષાર્થ કદી થંભતો નથી. એ નિરાંત વાળીને બેસતા નથી. જે પૂર્ણતાને લક્ષે એણે શરૂઆત કરી છે એ પૂર્ણતા સાધવા માટે આગળ વધતા જાય છે. એને એક વધુ સાધન મળ્યું. અંતરંગ સાધન. સમ્યગ્દર્શન રૂપી અંતરંગ સાધન મળ્યું. એનાથી એ પુરુષાર્થને વધારે ઉગ્ર સ્થિતિમાં આવવાને યોગ્ય થયા, એ પુરુષાર્થથી વધતા વધતા એ પૂર્ણતાને સાધી લ્ય છે.
મુમુક્ષુ :- ... પૂજ્ય ભાઈશ્રી :- અખંડ દશા. છ ખંડ નહિ આ તો અખંડ દશા સાધવા નીકળ્યા છે. છ ખંડ સાધતા નથી, અખંડપણું સાધે છે.
ઉપદેશાત્મક રીતે વીતરાગદેવના ઉપદેશમાં અંતર્મુખદૃષ્ટિ જે પુરુષોની થઈ છે એવા પુરુષોને પણ એવી ભલામણ કરી છે કે તમે સ્વરૂપની જાગૃતિમાં રહેજો. સ્વરૂપ જાગૃતિ એ તમારા પરિણમનનો મુખ્ય દોર હોવો જોઈએ. એ દોર છોડવાની ક્યાંય વાત છે જ નહિ.
કેમકે અનંતકાળના અધ્યાસવાળા પદાર્થોનો સંગ છે....” આજુબાજુ જે સંયોગો છે, એનો ઘેરાવો છે એ કયા પદાર્થો છે ? કે જેના નિમિત્તે આ જીવ અધ્યાસિત થયો છે એવા જ પદાર્થો તેના તે જ રહ્યા છે. જ્ઞાન થયું પણ પદાર્થ, સંયોગ તો જે હતા એ તો તેના તે જ રહ્યા, શરીર તેનું તે રહ્યું, બીજા સંયોગો પણ તેના તે રહી ગયા. કે જેના આશ્રયે પોતે અધ્યાસ કર્યો છે, પોતાના આત્માને ભૂલ્યો છે. એના એ પદાર્થો છે માટે ચેતીને ચાલજે.
જુઓ ! વિશેષતા તો શું છે ? કે કોઈ સર્વસંગપરિત્યાગ કરીને સાતમા ગુણસ્થાનમાં, છઠા-સાતમા ગુણસ્થાનમાં વિચરે છે એવા જે ઉત્કૃષ્ટ સાધક, એને સાધુ કહેવામાં આવે છે. ઉત્કૃષ્ટ સાધકપણું હોવાથી જેને સાધુ કહેવામાં આવે છે. એ તો વિશેષ જાગૃતિમાં રહે છે. એટલે એને જે સમિતિ-ગુપ્તિનો વ્યવહાર છે, મનવચન-કાયાની ગુપ્તિ અને પાંચ સમિતિમાં જે પ્રક્રિયા છે, પોતાની મર્યાદિત પ્રક્રિયા છે. કેટલી? એકદમ મર્યાદામાં આવી ગયા છે. હાલવું, ચાલવું, બેસવું, ઉઠવું, ખાવું, પીવું. બધામાં મર્યાદા એકદમ કરી નાખી છે. એટલો સંક્ષેપ કર્યા છતાં પણ એ વ્યવહારમાં જાગૃતિ બહુ જોઈએ. વિચારવા યોગ્ય વિષય એ છે કે જાગૃતિ બહુ જોઈએ. ઇર્યાસમિતિથી ચાલે છે તો ચાર હાથ નીચું જોઈને ચાલવું. એવું શા માટે ?
એક તો એમનું ગમન-આગમન બહુ મર્યાદિત છે. એ તો પંચમ ગુણસ્થાનથી