________________
પત્રાંક-૬૪૯ હોય છે. પછી વાતચીત કરવાનો પ્રસંગ ક્યાંથી આવે? આપણે વાતચીત કરવી હોય તો નજીક બેસવું પડે. એવો કાંઈ વાતચીત કરવાનો ત્યાં પ્રસંગ હોતો નથી. ભગવાન કોઈની સામું જોતા નથી. કોઈની સાથે વ્યક્તિગત રીતે લક્ષ આપીને, ધ્યાન આપીને વાતચીત કરતા નથી. ગણધરદેવ સાથે પણ નહિ). બીજા તો નહિ પણ એમના ગણધરદેવ સાથે વાત નથી કરતા. હે ગૌતમ ! હું તને આમ કહું છું. એવી રીતે ગણધરદેવ સાથે એ વાત નથી કરતા. એ પ્રકારે જે શાસ્ત્રોની રચના છે એ રૂપક છે. ખરેખર એવી રીતે કોઈ પરિસ્થિતિ હોતી નથી.
મુમુક્ષુ :- ...
પૂજ્ય ભાઈશ્રી :- હા. એ પણ એક શ્રેણી માંડીને જે મુનિરાજ કેવળજ્ઞાન પામે, જેવું કેવળજ્ઞાન પ્રગટ થાય એટલે એમનું જે દેહનું પુદ્ગલ છે એ જમીનનું આસન છોડીને આકાશની અંદર પાંચસો ધનુષ ઊંચે એટલે અરિહંત ભગવાન જે તીર્થકર ભગવાન છે એના સમકક્ષમાં આકાશની અંદર સમશ્રેણીએ બિરાજમાન થઈ જાય. અંતરીક્ષમાં. નીચે કાઈ આધારની જરૂર નથી. દેવો નીચે કમળની રચના કરે છે પણ એ કમળને અડતા નથી. એ તો ગંધકુટી ઉપર પણ કમળની રચના કરેલી હોય છે પણ એ કાંઈ એને અડતા નથી. એ તો અંતરીક્ષમાં એનાથી ઉપર બિરાજે છે, અડીને બેસતા નથી.
ગયેલી એક પળ પણ પાછી મળતી નથી, અને તે અમૂલ્ય છે” એનું મૂલ્ય આંકી ન શકાય એને અમૂલ્ય છે એમ કહે છે. તો પછી આખી આયુષ્યસ્થિતિ !”નું મૂલ્ય કેટલું? એમ કહે છે. આ જે સમય વેડફે છે એના માટે બહુ સારો પત્ર છે. જે પોતાના સમયને બરબાદ કરે છે.
એક પળનો હીન ઉપયોગ તે એક અમૂલ્ય કૌસ્તુભ ખોવા કરતા પણ વિશેષ હાનિકારક છે. એક પળનો પણ ખરાબ ઉપયોગ થાય તો તે કૌસ્તુભ મણિ નામનો એક અમૂલ્ય એવો મણિ થાય છે, એક રત્ન આવે છે એના કરતા પણ વિશેષ હાનિકારક છે. એક માણસનો મણિ ખોવાય જાય, રત્ન ખોવાય જાય અને એને નુકસાન થાય એના કરતા વધારે નુકસાન સમજવા જેવું છે, એમ કહેવું છે. અહીં તો થોડીક નાની-મોટી ચીજ ખોવાઈ જાય તો આખો દિવસ એની પાછળ ઉપયોગ જાય. સોય જેવી એક નાની ચીજ ખોવાય તો એની પાછળ ઉપયોગ રહ્યા કરે. આ ચીજ મળતી નથી, આ જડતી નથી. આ ચીજ ઘરમાં એક વાસણ ખોવાઈ જાય, નાની મોટી ચીજ ખોવાઈ જાય, એની પાછળને પાછળ પરિણામ લાગે છે.