________________
૩૫
- ઈબ્દોપદેશ આત્મા - ગુરુ સિવાય અન્ય ગુરુ નિમિત્તમાત્ર છે –
શ્લોક-૩૫
नाज्ञो विज्ञत्वमायाति विज्ञो नाज्ञत्वमृच्छति । निमित्तमात्रमन्यस्तु गतेधर्मास्तिकायवत् ॥ પામે ના જ્ઞાનતા અજ્ઞ, જ્ઞાની ના અજ્ઞતા રહે;
નિમિત્તમાત્ર બીજા તો, ગતિમાં ધર્મવત્ બને. અન્વયાર્થ – [જ્ઞ: જે પુરુષ અજ્ઞાની છે [વિજ્ઞત્વે ના માયાતિ] વિજ્ઞ થઈ શકતો નથી અને [વિજ્ઞ:] જેઓ વિશેષ જ્ઞાની છે તેઓ [અજ્ઞત્વે ન ઋતિ] અજ્ઞાની થઈ શકતા નથી; જેમ (જીવ-પુગલની) [ H] ગતિમાં [પમસ્તિકાવત્ નિમિત્ત માત્ર] ધર્માસ્તિકાય નિમિત્તમાત્ર છે, તેમ [કચઃ | અન્ય (પદાર્થ) પણ નિમિત્ત માત્ર (ધર્માસ્તિકાયવત) છે. અર્થ - તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ માટે અયોગ્ય હોય તેને કોઈ તત્ત્વજ્ઞાનપ્રાપ્તિ કરાવી શકે નહીં. એ જ પ્રકારે તત્ત્વજ્ઞાની જીવ અજ્ઞાનીપણું પામી શકશે નહીં. જેમ જીવ-પુદ્ગલની ગતિમાં ધર્માસ્તિકાય નિમિત્તમાત્ર છે, તેમ આ વિષયમાં પણ અન્ય નિમિત્ત માત્ર છે. જ્ઞાની કે અજ્ઞાની બનવાની યોગ્યતા પોતાના આત્મામાં જ છે. ગુરુ આદિ તો નિમિત્તમાત્ર છે. તેઓ કોઈને જ્ઞાની કે અજ્ઞાની બનાવી શકતા નથી. તે