________________
૮૦
હૃદયપ્રદીપ
અર્થ
વળી, છએ દર્શનોનો પરસ્પર વિરોધ છે તથા તે છએ દર્શનોના સેંકડો ભેદો છે. સર્વ લોકો જુદા જુદા માર્ગે પોતાની રુચિ અનુસાર પ્રવર્તેલા છે. એટલે સર્વ લોકનું રંજન ક૨વાને કોણ સમર્થ છે?.
-
ભાવાર્થ જેમને આત્મિક સુખનું આસ્વાદન જરા પણ પ્રાપ્ત થયું નથી અને જેઓને આત્મરંજનનો સત્ય માર્ગ સમજાયો નથી, તેઓ સર્વને પ્રિય થવાનો લોકરંજન કરવાનો અનેક પ્રકારનો પ્રયત્ન કરે છે; પરંતુ તેઓ કોઈ રીતે સર્વને પ્રિય થઈ શકતા જ નથી, કેમ કે લોકપ્રવાહ અનેક માર્ગે વહે છે. પ્રિયતા પણ જનસમૂહની અનેક પ્રકારમાં વહેંચાયેલી છે. ધર્મના પણ પારાવાર ભેદો પડી ગયેલા છે અને પૃથક્ પૃથક્ માર્ગે વહેનારા મનુષ્યો પોતાના સ્વીકારેલા માર્ગને સર્વોત્તમ જ જાણે છે. તેથી તે બધાઓનું રંજન કરવાનું કાર્ય સાધારણ નથી, અસાધારણ છે, અશક્ય જ છે. તીર્થંકરાદિક અતુલ પુણ્યશાળી મહાત્માઓ પણ સર્વને રીઝવી શક્યા નથી તો આપણું - પામરનું શું ગજું? માટે તેવા મિથ્યા પ્રયત્નમાં ન મચતાં તેમાં કાળક્ષેપ અને શક્તિનો વ્યય ન ક૨તાં આત્મરંજન થયું તો સર્વનું રંજન થઈ ગયું સમજવું. આત્મરંજન કરવા માટે મુખ્ય માર્ગ પરમાત્માનું રંજન કરવું તે છે. પરમાત્માનું રંજન તેમની આજ્ઞા પ્રમાણે વર્તન કરવાથી થાય છે. તેમની આજ્ઞા શુદ્ધ આચરણરૂપ છે, તેથી પરંપરાએ આત્મરંજનના ઇચ્છુકોએ પ્રથમ સદાચરણી થઈ પરમાત્માની આજ્ઞા આરાધવી કે જેથી આત્મરંજન, પરમાત્મરંજન અને લોકરંજન સર્વ થશે. તે સિવાય તેને માટે બીજો માર્ગ જ નથી. .
-
-
Explanation It is impossible to attain universal and eternal agreement in this world. There are six main streams of philosophy which are mutually
: