________________
૬૮
હૃદયપ્રદીપ અર્થ - જે મનુષ્યો પાંચ ઇન્દ્રિયોના વિષયો તથા ધનના ભોગને વિષે લુબ્ધ મનવાળા હોય છે, બહારથી વિરાગી અને
અંતઃકરણથી રાગ-દ્વેષથી બંધાયેલા હોય છે; તેઓ દંભી, દ્રિવ્યથી મુનિવેશને ધારણ કરનારા ધૂર્ત જ હોય છે. તેઓ માત્ર લોકનાં ચિત્તને જ રંજિત કરે છે. ભાવાર્થ – જે મનુષ્યો ઉપરથી માત્ર મુનિનો વેષ ધારણ કરતા હોય પણ અંદર વૈરાગ્યવાસિતપણું ધરાવતા ન હોય તેવા દાંભિકોને માટે આ કાવ્યમાં કર્તા ઉપદેશ આપે છે. એવા વિષયાસક્ત ચિત્તવાળા, ઉપરથી કેટલીક વખત ઊલટા વધારે વૈરાગ્યનો - ત્યાગવૃત્તિનો દેખાવ કરે છે, પરંતુ તેમનું અંતઃકરણ કોરું હોય છે - વૈરાગ્ય વડે આર્ટ હોતું નથી. તેવા દાંભિકો એક પ્રકારના ધૂર્ત જ છે, કારણ કે તેમના બાહ્યાચરણથી લોકો બિચારા ઠગાય છે, તેમની ભક્તિ કરે છે અને તેમનો વિશ્વાસ કરે છે. તેનું પરિણામ માઠું આવે છે. આવા દાંભિકો પરનું રંજન કરી શકે છે. જો કે તે પણ અલ્પકાલીન હોય છે, લાંબે વખતે તો તેનો ઘટસ્ફોટ થયા વિના રહેતો નથી; પરંતુ જે વધારે વિચક્ષણ હોય છે તે તો લાંબા વખત સુધી પોતાનાં દુરાચરણને છુપાવી શકે છે અને લોકરંજન કરે છે; પરંતુ તેમાં તેનું આત્મરંજન યત્કિંચિત્ પણ થતું નથી. તેના આત્માનું તો અત્યંત અહિત થાય છે. જેમ કોઈ પ્રકારનું શરીરમાં શલ્ય હોય અને તે ઉપરથી રુઝાઈ ગયેલ હોય તો ઉપરથી શલ્ય ન દેખાય પણ અંદર ઊલટો વધારે બગાડ કરે. તે કરતાં તો જો ઉપરથી વણ દેખાતું હોત તો અંદર બગાડ ઓછો થાત. તેની જેમ દાંભિકોનું અંતઃકરણ ક્લિષ્ટ હોવાથી ઉપરનું આચ્છાદન કરે છે, પરંતુ તે તેના આત્માને અત્યંત હાનિ કરે છે. તેનું આત્મરંજન અલ્પ પણ થતું નથી અને આ ભવમાં કરેલા દાંભિકપણાથી તે દુર્ગતિનું