________________
હદયપ્રદીપ અર્થ – સંસારના દુઃખ જેવો બીજો કોઈ રોગ નથી. સમ્યગુ. વિચાર જેવું બીજું કોઈ ઔષધ નથી. તેથી તે રોગ સદશ દુઃખનો નાશ કરવા માટે સારા શાસ્ત્ર થકી આ વિચાકરવામાં આવે છે. ભાવાર્થ – આ સંસારી જીવ જ્વરાદિક રોગને જ રોગ કહે છે, પણ જીવને સાંસારિક અનેક પ્રકારની વ્યાધિઓ - માનસિક, વાચિક અને કાયિક વળગેલી છે. તેમાં માત્ર કાયિકને જ વ્યાધિ રોગ તરીકે ઓળખવામાં આવે છે; પરંતુ તે સિવાયના બીજા રોગ તે કરતાં વધી જાય તેવા - વધારે દુઃખના આપનારા, ઉપાધિના કરનારા, કર્મોના બંધાવનારા છે. તે સર્વ પૂર્વકર્મજન્ય છેતે રોગમાત્રનું નિવારણ કરનાર પરમૌષધ યગુ વિચાર જ છે. તેના વડે જ સર્વ વ્યાધિઓ નિર્મુળ થઈ શકે છે; પરંતુ તે સમ્યગૂ વિચાર ઉત્પન કરવા માટે - જાગૃત કરવા માટે સજ્ઞાનની પૂર્ણ આવશ્યકતા છે. સમ્યક્ પ્રકારના બોધ સિવાય સમ્યગુ વિચાર ઉત્પન્ન થઈ શકતા નથી. સમ્યગુ બોધ પણ શુદ્ધ શ્રદ્ધા વડે જ થઈ શકે છે. સમ્યક્ શ્રદ્ધા વિનાનો બોધ તે સમ્યમ્ બોધ કહેવાતો જ નથી. તેથી સમ્યક્ શ્રદ્ધાયુક્ત સમ્યગૂ બોધ પ્રાપ્ત કરી સત્શાસ્ત્રોનું અવગાહન કરી તપૂર્વક સમ્યગૂ વિચાર કરવો કે જે પરમૌષધ. વડે આ જીવને ઉત્પન્ન થયેલી અનેક પ્રકારની સાંસારિક વ્યાધિઓ સહેજે નાશ પામે. આ કાવ્યમાં કર્તાએ ખરેખરા રોગને અને તેનાં ઔષધને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને તેમાં થોડા શબ્દોમાં એક મહાન કૂંચી બતાવી દીધી છે. Explanation - Disease and death are feared by all men, but for a soul, this very worldly existence is _ the_worst disease-of- all. This affliction can be cured only by the panacea of right reflection'.