________________
શ્લોક-૪
૧૯ આપી તેને વખાણી તેનું આલિંગન કરવા તૈયાર થાય છે અને તે કાર્યની પ્રાપ્તિ થતાં અતિ મોહથી મનમાં હર્ષવંત થાય છે. જે ગુહ્ય ભાગ આખી દુનિયાથી છુપાવી રાખી લજ્જાદાયક હોઈ કોઈને પણ બતાવવામાં આવતો નથી, વળી જે કેવળ મલમૂત્રની કોઠીરૂપ છે, જેને સ્પર્શ કરતાં પણ માણસોને પોતાના હાથપ્રમુખ ધોઈને શુચિ થવું પડે છે તેવા પદાર્થનો સ્પર્શ કરવામાં મોહના પ્રબળ ઉદયથી અતિ આકાંક્ષા ધારણ કરે છે અને તે નિમિત્તે અનેક પ્રકારનાં આર્ત-રૌદ્રધ્યાનનું સેવન કરી, પૈસા મેળવી તે પદાર્થ સાધવા-સેવવા ઇચ્છે છે. કદાચિત્ પૂર્વકૃત પુણ્યના ઉદયથી તે વસ્તુ પ્રાપ્ત થાય છે તો તેની આસક્તિ અને તે નિમિત્તક વિડંબના અને દુર્ગાનનો કંઈ પાર રહેતો નથી. અતીત કાળમાં જે અનંતાં શરીર અને– મન સંબંધી દુઃખ પ્રાપ્ત થયાં છે તે તેવી વિષયાસક્તિને લીધે થયેલાં છે તેનું તેમને ભાન પણ આવતું નથી. જો કે પરાધીનપણે તો 'વિષયસુખનો ત્યાગ પ્રાણીઓ અનંત કાળ સુધી અમંતી વખત કરે છે, તોપણ તેવા ત્યાગથી કંઈ તેમના આત્માનું કલ્યાણ થઈ શકતું નથી; છતાં ભોગનો ત્યાગ કરવાથી જ તાત્ત્વિક ત્યાગીપણું પ્રાપ્ત થઈ શકે છે. “ને ય વંતે nિયે મોયે लध्धेवि पिठ्ठीकुव्वइ । साहीणे चयइ भोए सेहु चाइत्ति તુવેરૂ” | “જે પ્રાણીઓ રમણીય અને પ્રિય પ્રાપ્ત થયેલા
સ્વાધીન ભોગોનો ત્યાગ કરી તેને પૂંઠ દે છે, તે પ્રાણીઓ નિશ્ચય કરી પારમાર્થિક ત્યાગીઓ કહેવાય છે.” આ ઉપરથી વિચક્ષણો સમજી શકશે કે જો થોડા વખતને માટે પ્રાપ્ત થયેલા ભોગોનો ત્યાગ કરશું નહીં તો એકેન્દ્રિયમાં જઈ રખડતાં અનંત કાળ સુધી વિષયો તો નહીં જ મળે, પણ તેની સાથે આત્મકલ્યાણ દ્વારા મોક્ષસુખ સાધવાનું પણ બની શકશે નહીં. માટે જેમ બને તેમ હમેશ દરેક વિષયનો ત્યાગ કરવા પ્રવર્તવું એ જ મોક્ષાર્થી પ્રાણીઓની ફરજ છે. બાહ્ય ચીજોના ત્યાગનો