________________
* હૃદયપ્રદીપ શકશે કે શાસ્ત્રકાર એક વાર બને નયનો સ્વીકાર કરવાનો બતાવી, વળી વ્યવહારનયનો નાશ કરવાથી શાસનનો નાશ થશે, ‘નહીં કે નિશ્ચયનય અંગીકાર નહીં કરવાથી શાસનનો નાશ થશે' એમ બતાવે છે. એ ઉપરથી એ જ નિર્ણય આવે છે કે વ્યવહારથી જે સિદ્ધિગતિ પ્રાપ્ત થવાનાં કારણ હોય તેમાં અતિ આદરપૂર્વક પ્રવર્તવું અને એ વ્યવહાર દ્વારા જે વસ્તુ પ્રાપ્ત કરવાની છે તે ચૂકી જવું નહીં; પણ એવો નિર્ણય નથી આવતો કે વ્યાવહારિક કારણોનો અગર તેના સેવનારાઓનો અનાદર કરવો કે તેના ઉપર અરુચિ કરવી કે વ્યવહારથી તેઓને છોડાવી દેવા. જે પ્રાણીઓ ગુરુ દ્વારા જ્ઞાન મેળવતા નથી તેઓની આ ભવમાં પણ એવી કઢંગી સ્થિતિ થઈ પડે છે કે પોતે જિનશાસનનું રહસ્ય સમજતા નથી અને બીજાઓને તે રહસ્ય સમજાવવાનો ડોળ કરવા જાય છે, તેથી તે બિચારાઓની ગુરએ નહીં શીખવેલા મોરના નાટક જેવી સ્થિતિ થઈ પડે છે. એ ઉપરથી સમજવાનું એટલું જ છે કે અતિ આદરપૂર્વક હંમેશાં, વધારે વખત ન મળે તો ઓછામાં ઓછો એક કલાક તો અવશ્ય ગમે તે વખતે દરરોજ નવું જ્ઞાન મેળવવામાં અર્પણ કરવો. ઘણા સુજ્ઞોને તેવી ઇચ્છા હોય છે છતાં તેઓ તે પ્રમાણે વર્તી શકતા નથી; તેનું કારણ એ છે કે જે વખતે તેવી ભાવના આવે છે. તે વખતે તેવા પ્રકારનો કોઈ નિયમ તે લોકો કરતા નથી. જો કોઈ પણ પ્રકારનો એવો નિયમ કરે કે “આળસથી જો જ્ઞાનાભ્યાસમાં એક કલાક ન કાઢું તો મારે અમુક જરૂરની ચીજ તે દિવસે અગર બીજે દિવસે ન ખાવી' તો તો અવશ્ય જ્ઞાનાભ્યાસ બની શકે અને શ્લોકમાં બતાવ્યા પ્રમાણે તે મેળવેલા જ્ઞાનનું ચિંતન-મનન કરવા દ્વારા તેના કાર્યરૂપ અનુભવજ્ઞાન પણ મેળવી અવશ્ય તેની સેવા બજાવી શકે. Explanation - Man seeks bliss, but constant