________________
૧૩૦
હૃદયપ્રદીપ સંજીવની યદિ મળે સવિ રોગહારી, લાગે તદા વિવિધ ઓસડ ભારકારી. ૩૨ જેણે ન માયું સુખ આંતરિક, તેને ગમે છે સુખ પૌગલિક; માણે મજા ચિત્ત પ્રસન્નતાની, તેને સ્પૃહા ના રહેતી કશાની. ૩૩ છે આત્મલક્ષી વળી રાગમુક્ત, સદા રહે નિર્મળ બોધિ યુક્ત; માણે મુનિ જે સુખ આત્મધામે, તે ઈન્દ્ર-રાજેન્દ્ર કદી ન પામે. ૩૪ ઘણાં બધાં કાર્ય તણા વિચારે, ‘જંપે જરી ના નિજ ચિત્ત જ્યારે; વિચારશુદ્ધિ નવ હોય ત્યારે,
તત્ત્વોપલબ્ધિ નહિ શક્ય ત્યારે. ૩૫ પ્રશમ સુખ તણો જો મેળવ્યો સ્વાદ સારો, વિવિધ વિષય કેરો સંગ લાગે અકારો; પરમ સુખ સમાધિ હોય જો આમ જામી, તવ હૃદય મહીં તો, શી રહે બોલ ખામી? ૩૬