________________
૧ ૨૭
હૃદયપ્રદીપ જે કાર્યમાંહી સુખ અલ્પ થાતું, ને ભાવિ કાળે બહુ દુઃખ થાતું; સંતાપ ને સંભવ મૃત્યુનો જ્યાં, મૂર્ખાય એ કાર્ય કદી કરે ના. ૧૩ . મહા પ્રયત્ન ગુણ મેળવેલા, જ્ઞાનાદિથી જીવન કેળવેલાં; જો ચિત્તમાં કામ કદી ભળે છે, તો સગુણો સૌ ક્ષણમાં મળે છે. ૧૪ આ મોહ શત્રુ જનને સતાવે, વિવેક ને ભાન બધું ભુલાવે; છે દુઃખનું કારણ આ જ મોહ, તત્ત્વાવબોધે બનશો અમોહ. ૧૫ દુઃખો નિવારી સુખ પામવાનો, હંમેશનો ઉદ્યમ છે બધાનો; દુઃખો ન તોયે ટળતાં જરીએ, સુખોય ના સ્થિર રહે કદીએ. ૧૬ પરિગ્રહો ને વિષયો થકી જે, કૃત્રિમ ને સ્વલ્પ સુખો મળે છે; તે તો મળે છે જગમાં બધાને, તેમાં અરે! તું હરખાય શાને? ૧૭ સુધા, તૃષા, કામવિકાર, ક્રોધ, એનો થતો ભોગ થકી નિરોધ; હા, કિંતુ એ તો ક્ષણમાત્ર ચાલે, એ પાતંત્ર્ય મુનિઓ ન મહાલે. ૧૮ ત્યાગી છતાં છે ધનની જ આશા, ત્યાગી છતાં હો વિષયાભિલાષા;