________________
૨,અનુભૂતિ
આ આપણી વાસ્તવિકતા છે. જે છે એ બધું અનુભૂતિ
પર જ નિર્ભર છે. ૩. વિભેદીકરણ- અહીં આપણે સારા નરસાનાં વિચારો કરીએ
છીએ.ભેદવિજ્ઞાનનાં સમયે આ ચક્ર પૂરેપૂરું ખૂલે છે. ૪. પ્રેમ
આ કેન્દ્ર વાત્સલ્ય, પ્રેમ, સ્નેહ, પ્રણય, મિત્રતા, પરમ
મિત્રતા અને ભકિતમાં ઉઘડે છે. ૫. અભિવ્યકિત– આ કેન્દ્રની એ વિશેષતા છે કે તે સંવેગ ઉત્પન્ન થતાં જ
ખૂલે છે અને પ્રગટ થાય છે. અન્ય સમયે પણ એ પૂર્ણ સક્રિય અને જાગૃત હોય છે. જે સમયે જેવા સંવેગ હોય તેવા સ્વરૂપે પ્રગટ થવાની આ કેન્દ્રમાં સ્વાભાવિકતા
છે. ૬. દિવ્યદર્શન- . આંતરિક અવલોકન સમયે આ કેન્દ્ર ખૂલે છે. છે. દૈવીય
આધ્યાત્મિક પરમ દૈવીય તત્વો સાથે આ કેન્દ્રનો
સંબંધ છે. ૮. સમય
આનો સંબંધ સામયિક છે. સૂતી વખતે ઉઠવાનો નિર્ણય કર્યો હોય તો બરાબર એ સમયે જ ઉઠાડવાનું
કામ આ કેન્દ્ર કરાવે છે.. ૯. આત્મદ્રષ્ટિ- સમતા, સમાનભાવનાં સમયે આ કેન્દ્ર ખૂલે છે. અહીં
આત્મક્ષમતાનો અપાર ભંડાર છે. ૧૦. મૂળાધાર- સામૂહિક પૃષ્ઠભૂમિનું આ કેન્દ્ર છે. નાનુ દેખાવા છતાં
અપાર ઉર્જાશકિતનો ભંડાર અહીંભરેલો છે. ૧૧. રૂપાંતરણ- આ પ્રસારણ કેન્દ્ર છે. ભાવોના આદાન પ્રદાન
વ્યવસ્થા અહીંથી થતી રહે છે.. ૧૨. સંયોજન
સબંધોમાં, ભકિતમાં, મિત્રતામાં આ કેન્દ્ર સક્રિય થાય
છે.
દાર્શનિક દ્રષ્ટિથી કરોડરજ્જુનાં આ બત્રીસ કેન્દ્રો બે વિભાગોમાં વહેંચાય જાય છે–આત્મીય દર્શન અને પ્રતિભા દર્શન, કરોડરજ્જુનાં એક થી બાર કેન્દ્રો આત્મીય દર્શન છે. એના ગુણ ધર્મોનો નફો નુકશાન એને પોતે ભોગવવાનો હોય છે. કરોડરજ્જુનાં તેરથી બત્રીસ આ વીસ કેન્દ્રો પ્રતિભા દર્શન છે. પ્રતિભા અર્થાત સામેથી પ્રકાશિત થવું. જે પ્રતિભામાંથી પ્રગટ થાય છે તે પ્રાતિભ છે. “આ સંક્રામક દર્શન છે એના ગુણધર્મોના લાભહાનિ અન્યોન્યાશ્રિત હોય છે”. એ પોતાનો પ્રભાવ બીજા પર પણ નાખે છે અને પોતાના ગુણોથી બીજાને પ્રભાવિત કરે
[78]