________________
આવી વિશ્રાંતિ લેવા કાઉસ્સગ છે. વિશ્રાંતિ સમયે ઘરના બારી. બારણાં બંધ કરી દઇએ તો ધૂળ, માટી વગેરે પ્રવેશી ન શકે. આપણી ચારે તરફ વેરભાવનું ભયંકર પ્રદુષણ છે. અહીં પચ્ચકખાણ રક્ષણનું કામ કરે છે. લોગસ્સ સૂત્રમાં વર્ણવેલ છઠ્ઠા આવશ્યકની ભાવ ધારણા આ મુજબ છે. ભાવ સૂત્ર
આવશ્યક (૧)ફિgઇસ્સે
સામાયિક (૨) ચકવીસંપિ કેવલી..! ચઉવીસંપિજીણવરા
ચઉવિસંસ્તવ (૩) વંદે વંદામિ.
વંદણા (૪) વિહુયરયમલા પછીણઝરમરણા
પ્રતિક્રમણ (૫) આરુગ્ગબોટિલાભ સમાવિવરમુત્તમ
કાઉસગ્ન (૬)સિધ્ધાસિદ્ધિમમદિસંતુ
પચ્ચકખાણા વિશુધ્ધિ થયા પછી આપણી અર્પણ યાત્રાનો પ્રારંભ થાય છે. આપણે વિશુધ્ધિ ચક્રથી આજ્ઞા ચક્ર સુધી પહોંચીએ છીએ. બન્ને ભમરોની વચ્ચે તિલકનાં
સ્થાને અંદરમાં આ ચક્ર જ્યોતિ સ્વરૂપે છે. આજ જગ્યાએ વિજ્ઞાને પિટ્યુટરી ગ્રંથિ હોવાનું કહ્યું છે, જેને એણે આજ્ઞાદાયિની અને સંદેશ વાહિની ગ્રંથિ તરીકે વર્ણવેલ છે. બધાં સૂચનો અહીંથી જ પ્રસારિત થાય છે. જેમ કે પગમાં કંઇક લાગે તો તરત જ પગ ઉપડી જાય છેઅચાનક આમ કેમ બને છે? આનો જવાબ વિજ્ઞાન આપે છે. પગમાં કંઇક વાગે છે ત્યારે તેની જાણકારી પિટ્યુટરી ગ્રંથિને થાય છે. આ સમયે ગ્રંથિમાંથી કેટલાક પ્રકારનાં સ્રાવ ઝરે છે. આ રસો એડ્રિનલીન ગ્રંથિની મદદ વડે પગને ઉંચો કરવાનો આદેશ આપે છે.
અહીં ઉર્જાસ્ત્રોત અત્યંત તીવ્રગતિ એ વર્તુળાકારે ફરે છે. જગતનાં પ્રત્યેક પદાર્થ ગોળ અને વર્તુળમય છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાઓ ગોળ છે. રોટલી, પટલો, વેલણ, વાસણ, માટલું વગેરે ગોળ છે. આટલું જ નહીં આપણાં તરંગભાવો પણ ગોળ હોય છે. ક્રોધ, માન, માયા, રાગ, દ્વેષનાં તરંગો પણ ગોળ હોય છે. એમનું ગોળ હોવું એક સામાન્ય ઘટના છે. ભકિત અને ભાવોથી ઉત્પન્ન થતાં તરંગો પણ ગોળ હોય છે. મહત્ત્વ તો એ જાણવામાં છે કે આ વર્તુળાકારવલયનાં ચક્રની ફરવાની પ્રક્રિયા એના પરિવર્તનની પ્રક્રિયા અને તેના પરિણામની પ્રક્રિયા શું છે અને કેવી છે? સામાન્ય પદાર્થ અને ક્રોધાદિ ભાવ તરંગોનું ચક્ર કાઉન્ટર કલોકવાઇઝ અર્થાત એન્ટીકલોક વાઇઝ હોય છે. સત જાગરણ માટે પરમસત્ પ્રત્યે કરવામાં આવતું શ્રધ્ધામય, જ્ઞાનમય, ધ્યાનમય, વિજ્ઞાનમય, સ્મરણ, સંસ્તવ આદિ દ્વારા ઉત્પન્ન થતી તરંગો કલોક વાઇઝ ફરે છે. આ સ્થિતિમાં ક્રોધ, કરુણા અને ક્ષમા રૂપે રૂપાન્તરિત બની જાય છે.
આજ્ઞાચક્ર તે ભાવના કેન્દ્રની સાથે આભા મંડળનું પણ મુખ્ય કેન્દ્ર છે. કાયોત્સંગ સમયે મહાપુરુષોની કરુણા પવિત્ર દેહરશ્મિઓ દ્વારા કિરણોત્સર્ગ કરે છે.
[46]