________________
૨. દેવાલય માં વિશ્વાલયો
તમે મંદિરમાં ઘંટ જોયો હશે. નાનપણમાં વગાડયો પણ હશે. વાગ્યા પછી તેના રણકારથી ઉત્પન્ન થતાં ઘોષ-પ્રત્યાઘોષ પણ સાંભળ્યા હશે, પણ તમે જાણો છો કે તમારા મગજમાં પણ એક ઘંટ છે. જ્યારે આપણે મંત્રોનું રટણ કરીએ, ઘંટ - 49 કીર્તન કરીએ, ત્યારે તેમાં મહા ઘોષ ઉત્પન્ન થાય છે. મસ્તિષ્કનું આ કેન્દ્ર શ્રધ્ધાથી સક્રિય થાય છે. વંદનાથી ઉત્તેજીત થાય છે. ભકિતથી ભાવિત થાય છે. સમર્પણથી સ્ત્રાવિત થાય છે. શબ્દોથી ભાષિત થાય છે. કીર્તનથી ઘર્ષિત થતાં આ ઘંટ વાગવા લાગે છે. મંદિરનો ઘંટ વગાડવાથી જેવા ધ્વનિ તરંગો ઉત્પન્ન થાય છે એવા જધ્વનિ તરંગો મસ્તિષ્કનાં ઘંટ વાગવાથી પણ થાય છે. આપણું મગજ પણ એક મંદિર છે. એમાં મંત્રોનું આવર્તન-પ્રત્યાવર્તન થતું રહે છે. કીર્તન, રટણ,વંદન વગેરે પ્રક્રિયાઓનાં કારણે મસ્તિષ્ક માંથી એક આભા નીકળે. છે. એ આભા મહાઘોષનું રૂપ ધારણ કરી અને મહાનાદનાં રૂપે ફેલાઇને પોતાનું પ્રભાવક્ષેત્ર નક્કી કરે છે..જુઓ આ ચિત્રમાં તમે મગજમાં બનેલા કુદરતી ઘંટને જોઇ શકો છો.
આ ઘંટ ઉર્જામય છે. તેને તો ---- -
ઓપરેશન કરીને નથી જોઇ શકાતો, છતાં પણ આ કોઇ નરી કલ્પના પણ નથી . આ આપણું પોતાનું સ્વનિર્મિત ઉર્જામંડળ છે. યોગી પુરુષોએ સાધનામાં એને લોલક અથવા પેન્ડલિયમ કહ્યું છે. મગજનાં આદાન-પ્રદાનનાં વ્યવહારમાં આ લોલક ચક્રનો બહુ મોટો હિસ્સો સક્રિય હોય છે, આ પેડુલમ વ્યવસ્થિત રીતે ફરી આવર્તનપ્રત્યાવર્તન કરી પ્રક્રિયાઓનો સંચાર કરે છે. વિકિરણ રૂપે એ ફેલાતો રહે છે. એને
(રંતુનમ)
[25]