________________
અધ્યાત્મ તત્વોની ખોજ છે. અહીં કર્મોનો હિસાબ કરવાનો છે. અહીં પરમ કિનારે પહોંચવા નાવ ચલાવવાની છે. તો આપણે આપણું ઓળખપત્ર તો આપવું જ પડશે.
આપણી ઓળખાણ આપવા માટે ગભરાઇ ગયેલા એવા આપણે પરમગુર ગૌતમસ્વામી ની મુલાકાત લઇ પૂછવું જોઇએ કે હવે અમે શું કરીએ? તો તેઓ પ્રેમથી કહેશે વત્સ! જાગૃત થા! સ્વ ને શોધ. સ્વ ને ઓળખ. અસ્તિત્વનો સ્વીકાર કર. આગળ વધ. અટકવાની જરૂર નથી. કીર્તન કરીશનું કથન જે ભવિષ્ય માટે લીધેલું તેને વર્તમાનમમાં અપનાવી લે. પળને ઓળખી લે. મોડું ન કર. કીર્તનમાં પ્રવેશ કર. કીર્તનનો પ્રારંભ કર, કીર્તનને પૂર્ણ કર, કીર્તન કરી પૂર્ણતા સુધી પહોચી જા. સંસાર અપૂર્ણ છે. પરમ પૂર્ણ જતારુંપૂર્ણત્વ પ્રગટ કરશે.
તમારા માંથી જે કોઇ કીર્તન કરવા માગે તેઓ આજે “કિન્નઇમ્સ” નો એટલો જવાબ અવશ્ય નક્કી કરે કે અમે કાલે ચોક્કસ કીર્તન કરશું. જેઓ આવતી કાલે કીર્તન કરવા માગે છે તેઓને માર હાર્દિક આમંત્રણ છે. આપણે આપણને કેવી રીતે ઓળખવા? કેવી રીતે કીર્તન કરવું? અને કોનું કીર્તન કરવું? એવા ઉત્તમ ભાવો સાથે આપણે આપણો આજનો સંવાદ અહીંસમાપ્ત કરીએ છીએ.
[21]