________________
અનાગતનાં આસ્વાનની.
હે પ્રભુ!શું સાચે જ તમે મને કાયમ માટે છોડીને ચાલ્યાં ગયા? છેલ્લી ક્ષણોમાં મને પાસે પણ ન બોલાવ્યો? લોક વ્યવહાર પણ ન કર્યો? તમારો અંતિમ સમય છે તે તમે જાણવા છતાં પણ મને અળગો કયો? હે દીનાનાથ! મારા ભગવાન! તમે ક્યાં ચાલ્યા ગયા? મને સૂચના પણ ન આપી? અનાથોનાં નામ બનીને મને જ અનાથ બનાવી દીધો? આપનું સહજ આત્મસ્વરૂપ પૂર્વે પણ નિર્વાણ સ્થિતિનો અનુભવ કરતુ હતુ.આપ પૂર્વે પણ મુકતાવસ્થામાં મહાલતા હતાં. સિધ્ધત્વની અનુભૂતિ ત્યારે પણ આપનામાં પ્રગટ હતી. આપને શું ફરક પડત? ફરક તો આજે ભારત ક્ષેત્રનાં જન સમુદાયને પંડયો. આપનો પ્રકાશ જનસમુદાયનો શ્વાસ હતો. પ્રભુ! હવે મારા. આ પ્રશ્નનો જવાબ આપો..!
( અંધિયારે તમે ઘોરે ચિઠંતિ પાણિણો બહુા.
કો કરિસ્સઇ ઉજ્જોયું, સબલોયંશ્મિ પાણિણ. શું કરશે? હવે એલોકો ઘોર અંધકાર માંથી ઉજાસ ને પામવા? ત્રણેય લોકનાં સર્વ પ્રાણિઓના તન-મન અને જીવનમાં વ્યાપી ગયેલા અંધકારને હવે કોણ દૂર કરશે? કો કરિસ્સઇ ઉજ્જોયં અંધકારમય આ લોકને કોણ પ્રકાશમય બનાવશે? બોલો પ્રભુ મારા પ્રશ્નનો જવાબ આપો. અહીં ડગલે ને પગલે અંધારુ છે. તું દરેક અંધકારનો એક માત્ર પ્રકાશ હતો. આધિ-વ્યાધિ-ઉપાધિ રૂપ પાપ-તાપ-સંતાપ હવે કોણ દૂર કરશે?
આ પ્રશ્ન સર્વલોકનાં પ્રાણિઓના હિતચિંતક, શાસનનાં અધિનાયક, સંઘ રક્ષક,ગૌતમ સ્વામીનો પોતાનો હતો. પજ્ઞાથી પૂર્ણ જાગૃત, આજ્ઞાથી સદા આશ્વસ્ત, કરૂણાથી આપ્લાવિત ગૌતમ સ્વામી પ્રભુવિરહથી અશાંત અવશ્ય હતાં, પણ ભ્રમિત ન હતાં. પ્રભુમાં મુગ્ધ જરૂર હતાં, પણ સ્વયંમાં જરા પણ ન હતાં. પ્રભુનાં રાગમાં રત હતાં પણ અન્ય સમસ્ત પુગલ ભાવમાં અવિરત હતાં. તરણ તારણનાં દેહભાવમાં લીન રહેતાં હતાં, પણ સ્વનાં સ્વભાવમાં અલીન પણ હતાં. પરમાત્માનાં પાર્થિવ દેહ ભાનમાં ભલે હતાં, પણ અપાર્થિવ સત્તામાં સભાન હતાં.
વીતરાગ પ્રત્યેનો રાગ વિરાગ અપાવે છે. વીતરાગ બનાવે છે. સત્ય જગાવે છે. અને આખરે એજ થવાનું શરૂ થયું સત્ય જાગે છે! મોહ ભાગે છે! અંધકાર દૂર થયો, જન્મો જન્મનાં ફેરા તૂટયા. મોહ છૂટયો. પ્રભુની શાશ્વત સત્તાનો સ્પર્શ થયો. પૂર્ણ મુકત દશાના દર્શન થયા. સિધ્ધત્વનો આસ્વાદ થયો. અંતર ખૂલવા લાગ્યું, અંધકાર દૂર થવા લાગ્યો. એકાંતમાં એકતા પ્રગટ થઇ. શાંતિમાં અનેકતા પ્રગટ થઇ. પ્રભુ મહાવીરની શાસન સત્તામાં પૂર્વેનાં ૨૩ તીર્થકરોની સમાન શાસન સત્તામાં ધ્યાન ગયું. સહું ને સિધ્ધત્વનું ભાન થયું. તીર્થંકર નામ કર્મની પૂર્ણતાનું જ્ઞાન થયું. કર્મક્ષયનો બોધ થયો. સ્વનાં અંતરની ઓળખ થઇ. ચોવીસ તીર્થંકરની સ્તુતિ
[4]