________________
તીર્થંકરોનાં ચ્યવનની પ્રતિક્ષા આપણે ત્યારે કરીએ છે જ્યારે આપણને કર્મક્ષયની, મુકિતપ્રાપ્તિની તથા જીવનનાં સિધ્ધાન્તોને સમજવાની આવશ્યકતા લાગે છે. આપણી સજાગૃતિની જિજ્ઞાસા જ્યારે તીવ્ર બને છે. ત્યારે તીર્થંકર પ્રભુનાં જન્મની અપેક્ષા થાય છે. તીર્થંકર બનવાના ત્રણ ભાવ પૂર્વે તીર્થંકરનો આત્મા
સવિ જીવ કર શાસન રસિક”ની ભાવના કરે છે. એટલે ત્રણ જન્મોથી જ સમસ્ત જગતનાં જીવોનાં મંગળ અભ્યર્થના એમના આત્મતત્વ સાથે જોડાયેલી હોય છે. દીક્ષા વખતે “કરેમિ ભંતે” સૂત્રને ઉચ્ચારતા જ આપણા કલ્યાણની યાત્રા અને આપણી રક્ષા-સુરક્ષાનાં અભિયાનની શરૂઆત થઇ જાય છે. પરમાત્માના જ્ઞાનમાં આપણા આત્મ શિક્ષાની દીક્ષા નિશ્ચિત છે. પરમાત્માનું નિર્વાણ આપણી સમીક્ષા બની જાય છે. કેમકે આપણે શું મેળવી શકયા? અને પ્રત્યક્ષ મુલાકાતથી આપણે કેટલા ભવો ઓછા કરીશકયા? તે આપણે નિર્વાણ સમયે જ વિચારી શકીએ.
પરમાત્માનું સાનિધ્ય જ્યાં અપેક્ષાઓને પૂર્ણ કરે છે ત્યાં નિર્વાણ આપણી સમીક્ષા બની જાય છે. એમનું સાનિધ્ય મેળવી આપણે આપણું સત્ કેટલું પ્રગટાવી શકયા છીએ? એવી આત્મ સમીક્ષા પરમાત્માનાં નિર્વાણ પછી ભવ્યજીવોમાં દેખાઇ આવે છે. હવે ફકત સમીક્ષા જ સમીક્ષા રહી ગઇ. હવે આ સમીક્ષાઓ જ આત્મા શિક્ષાને સફળ બનાવી શકે. જન્મો જન્મથી આપણે જન્મો લેતાં રહ્યાં અને આપણા પરિવાર બનાવતા રહ્યાં. સંયોગ, વિયોગ, સુખ દુઃખ બધું થતું રહ્યું. જન્મ મરણથી કયારે મુકિત મળે તેની સમીક્ષા કરો. આ મહાપુરુષોની સાથે પરિવારથી સંબધો બંધાયા પછી હવે જગતના કોઇ પણ જીવ સાથે આપણો પારિવારિક સંબંધ બંધાય એ આપણને શોભતું નથી. ઉઠો બહેન શોકમુકત બનો. પરમાત્માની વાણીની અવધારણા કરો. કૈવલ્યની કામના કરો. સિધ્ધાવસ્થાની સભાવના કરો. આવી રીતે સમજાવતા સમજાવતા નંદિવર્ધનની બહેન સુદર્શનાની સાથે રયારુઢ બની મધ્યમપાવામાં બિરાજમાન સુધર્માસ્વામી પાસે પહોંચે છે,
પ્રવેશ કરતા જ એમણે જોયું કે ભગવાન મહાવીરની અનઉપસ્થિતિમાં ચતુર્વિધ સંઘ સમસ્ત તીર્થનું નેતૃત્વ અનુશાસન પ્રશાસન માટે શ્રી સુધર્માસ્વામીનો સંઘાભિષેક કરી રહ્યો છે. પરમ મંગલ સ્વરૂપ પરમાઈત પ્રભુ મહાવીરનાં મુખારવિંદ થી પ્રગટ થયેલી સકળસંઘ-અમંગળ વિપ્ન વિનાશિની અને સમગ્ર મહામંગલ પ્રદાયિની વાણીથી જન સમુદાયને નવ પલ્લવિત કરવા માટે પાટ પર સુધર્મા સ્વામી બિરાજમાન છે. મહારાજા કોણિક પ્રથમ પ્રવચન પ્રભાવના માટે શ્રીસંઘ સહિત રાજગૃહિમાં પધારવા માટે નિવેદૃન કરે છે. ભગવાન મહાવીર દ્વારા અનુપ્રાણિત અને તમારા દ્વારા આકલિત અવિચ્છિન્ન ગ્રુત પરંપરાનું ઉદ્ઘાટન કરો અને જેને ભગવાન મહાવીરે પોતાની ચરણરજેથી પવિત્ર કરી છે. જીવનકાળનાં ચૌદ ચોમાસા કર્યા છે, જે ધરતીનાં કણ કણમાં ભગવાન મહાવીરની સુગંધ વેરાયેલી છે એ રાજ ગૃહીમાં તમે પધારો.
[196 ]