________________
આંખો બંધ કરીનામ લેતા લેતા ઉર્જાથી યંત્ર બનાવવાના છે.
(૨) જ્યારે મંત્ર બોલો છો ત્યારે તેનાથી સંબંધિત યંત્રોને ચક્ર સહિતનાં મંત્રા સ્થાનમાં માનસિક રીતે લખવાનાં છે.
(૩) જ્યારે આકૃતિનો પૂર્ણ અભ્યાસ થઇ જાય ત્યારે નામની સાથે એને એના સ્થાન પર જોવાના છે. અર્થાત નામ સહિત અંકિત થતું હોય અથવા અંકિત થઇ ગયું હોય તેવું પ્રગટતું દેખાવું જોઇએ.
(૪) નામસ્મરણ સમયે એને ત્યાં ફકત અંતઃકરણની આંખે જ જોવાનું છે.
(૫) જે જોવે છે તે હું છું. જે દેખાય છે તે પરમ સ્વરૂપનાં નામની ઉર્જા છે. આ ઉર્જાથી મારું સંપૂર્ણ અસ્તિત્ત્વ ઉર્દમય બની રહ્યું છે. પરમમય બની રહ્યું છે. ધીરે ધીરે તમને અનુભવ થશે કે હું સ્વયં ભગવાન છું. નામ સાથે નામીનો સંબંધ છે. આમ પણ નામની સાથે સાથે નામ લેવાવાળાનો સંબંધ પણ કંઇ ઓછો નથી. આવો હવે આપણે અનાહત યાત્રામાં પ્રવેશ કરીએ. સગવડતા માટે સર્વપ્રથમ આપણે એક સાથે ચોવીસે અનાહત યંત્રોને જોઇ લઇએ.
અહીં રજુ થયેલ અનાહત યંત્રોની રેખાઓ એ છે જે એ મંત્રોચ્ચારની સાથે ધ્વનિ તરંગોની ઉર્જાઓ દ્વારા સ્વયં ઉત્પન્ન થઇ હતી. ધ્યાનમાં એ ધ્વનિ કંપનોને પકડી રાખવાથી બરાબર એ જ રીતે આપણો સંબંધ ગોઠવાય છે. જેમ ટેલીવિઝનમાં અલગ અલગ માધ્યમો દ્વારા અલગ અલગ પ્રોગામો જોઇ શકાય છે. આ આકૃતિઓ માત્ર ચોવીસ જ છે. અને અહીં એ પૂર્ણ સ્વરૂપે અંકિત થતો જોવા મળે છે. ધ્યાનથી જોતાં એ વિવિધ પ્રકારનાં ૩ દેખાશે. સાધક ભલે ગમે ત્યારે જનમ્યો હોય, ગમે તે રાશિ સાથે સંબંધિત હોય પણ આ ચોવીસમાંથી કોઇ એક સાથે તેને અચૂક સબંધ હોય છે. એ નામ મંત્ર અનાહત આકૃતિ અને ધ્યાન એના આત્મવિશ્વાસ અને આત્મ વિકાસનું પ્રતિનિધિત્વ સ્વીકારશે.
“સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ” કહી દેવયુગલે કહ્યું કે આ સૂત્ર મહાપ્રભુ ગૌતમસ્વામીની આપણા અંતર્યામીની સમાધિ પ્રત્યેની ભાવાંજલિનો અભિષેક છે. આ સમર્પણમાં સિધ્ધિની પ્રાપ્તિ છે. આનું પરિણામ કેવળજ્ઞાન છે. લ્યો આ કૈવલ્ય. બીજ. આજ છે સમાધિબીજ આજ છે નિર્વાણ બીજ.
બસ અલોપ થઇ ગયું દેવયુગલ. ઉઠયા મહારાજાનંદિવર્ધન. સુધર્મા સ્વામીએ લોગસ્સ સૂટાને માથે ચઢાવ્યું. તેઓ લબ્ધિધારી હતા. સૂત્ર પ્રાપ્તિની સાથે જ સમગ્ર રહસ્યો તેમનામાં છતાં થઇ ગયા. રાજા નંદિવર્ધને પટ્ટાભિષેક કર્યો. પાટ ઉપર બિરાજમાન થઇ ને આર્ય સુધર્મા સ્વામીએ પરમાત્મા મહાવીરનાં વિરહથી વ્યાકુળ અને વ્યથિત જન સમુદાયને લોગસ્સ સૂત્ર દ્વારા પરમાત્મા મહાવીરની પ્રતિતી કરાવી. ત્રણ લોકની ભાવયાત્રાને લોગસ્સ સૂત્રની ત્રિકલયમાં સમાપ્ત કરવાની કળા રજુ કરી. હવે આપણે પાછા જ્યારે મળીશું ત્યારે લોગસ્સ સૂત્રમાં લયબધ્ધ ત્રિકલયની લય જોઇશું અને લયબધ્ધ બની જઇશું.
[146 ].