________________
જ્યારે આપ લે કરે છે ત્યારે વાણી બને છે. વાણી જ્યારે સ્વાધ્યાય બને છે ત્યારે મંત્ર બની જાય છે. મંત્ર જ્યારે અવતરિત થાય છે ચક્રાકારે ફરે છે ત્યારે નાદ બને છે. અર્થાત અક્ષર જ્યારે કંઠથી બોલાય છે ત્યારે શબ્દ બને છે. જ્યારે મનથી બોલાય છે ત્યારે મંત્ર છે અને જ્યારે હદયથી બોલાય છે ત્યારે નાદ બની જાય છે.
પુગલોનાં લક્ષણમાં અવાજ, ધ્વનિ અને નાદને શબ્દ કહેલ છે. અને શબ્દને પુદ્ગલનાં ગુણ કહ્યાં છે. જ્ઞાનિઓ એ શબ્દોનાં ત્રણ પ્રકાર કહ્યાં છે.
(૧) સચિત - જીવના મોઢામાંથી નિકળેલો શબ્દ. (૨) અચિત :- વાસણો ખખડવાથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તે. (૩)મિશ્ર:- જીવનાં પ્રયત્નથી વગાડવામાં આવતા શંખ વગેરેનાં શબ્દો
શબ્દ જ્યારે યથાવત ઘોષકરતા કરતા નાદ બને છે. ત્યારે તેના બે પ્રકાર બની જાય છે. આહત અને અનાહત. આરતનો આપણને બહુ જ અનુભવ છે જે ટકરાવાથી ઉત્પન્ન થાય છે. આપણે અન્ય વ્યકિતઓ કે પદાર્થોનાં આપસમાં ટકરાઇને ઉત્પન્ન થતાં જે પણ ધ્વનિ સાંભળીએ છીએ તે આહત છે. અનાહતા અભુત છે કારણ કે તે અનાહત છે, અપૂર્વ છે. એનું જ્ઞાન અધ્યાત્મપ્રદેશ સિવાય ના બની શકે. આત્માનુભુતિની નજીક આવવાનો આ રસ્તો છે. પદાર્થો અનંત છે. એનો વિસ્તાર પણ વ્યાપ્ત છે. અનાહત સંક્ષિપ્તીકરણનો માર્ગ છે. આકાર હોવા છતાં એ નિરાકારનો સંકેત છે. શ્રાવ્ય હોવા છતાં એ અશ્રાવ્યની અભિવ્યકિત છે. નાદ હોવા છતાંયે નાદાતીતની અનુભૂતિ છે. અનુભૂતિ હોવાથી શબ્દાતીત છે.
જે કોઇ ત્રણ પ્રકારની અથડામણ વગર ઉત્પન્ન થાય છે એ અનાહત છે. જેને ઉત્પન્ન થવા માટે કોઇ સંજોગોની જરૂર પડતી નથી અને નથી તો એ કોઇ વિભિન્ન આકાર કે તરંગોથી બનતો. જેના તરંગો અને લય એક સરખા હોય છે એ છે અનાહત. કોઇ પણ પ્રકારનાં આઘાત વગર ઉત્પન્ન થતાં હોવાને લીધે એનો પ્રત્યાઘાત પણ નથી હોતો. જેનો આઘાત કે પ્રત્યાઘાત નથી હોતો એ અનાહત છે.
આહત શબ્દ મંત્ર-યંત્ર રૂપે અનેક હોય છે પરંતુ અનાહત માત્ર એક જ હોય છે. અનાહત હોવાથી એને બે રીતે સમજી શકાય છે, યંત્ર અને નાદ, બન્નેમાં રહે છે તો માત્ર મંત્રી બન્નેના સંબંધ માત્ર ચેતસિક છે ચેતના સ્વયં સ્વરૂપા છે. અરૂપા છે. એટલે
જ્યારે એની અભિવ્યકિત થાય છે. એ વખતે એ આકાર, તરંગ, કે નાદમય બને છે. કોઇપરમ પવિત્ર પર્ણલિક પરમાણુપુંજમાં પ્રગટ થાય છે. દેહાતીતની આ દેહયાત્રા અનંત યાત્રાની પૂર્વ ભૂમિકા છે. એના વિસ્તારમાં પવિત્રીકરણની વ્યવસ્થા છે. પૌદ્ગલિક શબ્દોમાં નામની ચેતનાને જોડો. શરીરની અભેદ સંવેદનાને તોડો. પરમનાં સામીણનો સંયોગ મેળવો. સાનિધ્યનો અનુયોગ કરો. કર્મોનો અનુબંધ તોડો. કીર્તન કરો, સ્તવન કરો, વંદન કરો, નમન કરો, ચેતનામય પૂજન કરો. તેઓ હાજર છે, પ્રત્યક્ષ છે, સર્વજ્ઞ છે, સર્વદર્શી છે એવો અનુભવ મેળવો. ભકિતનાં ગીત ગાઓ, વિભકિતને ભૂલી જાઓ.
[144]