________________
આમાં તો જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ આ સૂત્ર વધુમાં વધુ પરિણામ આપતું રહેશે. એની ગેરેન્ટી સીમામાં કોઇ મર્યાદા નથી. શાશ્વતને વળી સમયની મર્યાદા શેની હોય? નિબંધને વળી બંધન કેવું? એની ગેરેન્ટી તો નક્કી પરિણામ જાહેર કરે છે. ચોવીસ તીર્થંકર, અરિહંત ભગવંત, પરમ જિનેશ્વરદેવ, કેવળી. મહાપુરુષ અને સિધ્ધોનું અનુગ્રહ સૂત્ર એટલે લોગસ્સ. અહીં તો પરિણામ નિશ્ચિત છે અને તેની માત્રા સમયની સાથે વધતી જાય છે. વર્ધમાન થતી રહે છે. ત્યાં સુધી, જ્યાં સુધી આપણે એ સિધ્ધસ્થિતિને ન પામી શકીએ, એની કિંમત ફકત આપણુ સમર્પણ છે. જેવો મોલ તેવો માલ. આ એક માત્ર શરત આપણને આ વ્યવહાર જગતમાં સમજાવવામાં આવે છે. બાકી તો પરમ તત્ત્વનો પ્રેમ તો શરત વિનાનો હોય છે. નક્કી છે, પ્રમાણિત છે, સદા સર્વદા ફલિત છે. વિના કારણે કરુણાથી પ્રેરિત છે.
પરિણામ સ્તરનાં આધારે લોગસ્સ સૂત્ર ત્રણ પ્રકારનાં પરિણામોમાં વિભકત થાય છે.
(૧) પ્રથમ એપરિણામ જેને મહાપુરુષોએ જાહેર કર્યું. (૨) બીજુ એપરિણામ જેને વિજ્ઞાને માન્યતા આપી.
(૩) ત્રીજુ એ પરિણામ જેને વ્યવહારિક રીતે જરૂરીયાત મુજબ આપણે નક્કી કર્યુ હોય.
પહેલા આપણે એ મહાપુરુષો દ્વારા જાહેર કરાયેલા પરિણામ તરફ જઇએ. જેણે આ સૂત્રનું નિર્માણ કર્યું છે એ પરમ જ્ઞાની ગુરુ ગૌતમસ્વામી, આપણા સહુનાં અંતરયામી, આપણે એમને જ પૂછીએ કે આ કીર્તનનું, વંદનનું, પૂજનનું આપણને શું ફળ મળશે? આપના આ પ્રશ્નની જાણકારી એમને હતી જ એટલે તો એમણે આ સૂત્રની સાથે જ એના પરિણામ પણ જાહેર કરી દીધા. જેને આપણે એમની જ ભાષા ને પરિભાષામાં જોઇ શકીએ છીએ. આનંદ મેળવી શકીએ છીએ, એમણે કહ્યું શાંતિની. પ્રક્રિયાનાં પરિણામ પણ શાંતિમય હોય છે. શુભ અને શાંતિમય પ્રક્રિયા ત્રણ છે. આરોગ્ય, બોધિલાભ અને ઉત્તમ સમાધિ.
કીર્તનનું પરિણામ આરોગ્ય છે. વંદનનું પરિણામ સંબોધિ છે.
પૂજનનું પરિણામ સમાધિ છે. રોગનાં ત્રણ પ્રકાર છે. શારીરિક, માનસિક અને આત્મિય. દેહમાં ઉત્પન્ન થાય છે એ શારીરિક રોગ છે. ટેન્શન, ડિપ્રેશન વગેરે અનેક પ્રકારનાં મન મસ્તકને સંલગ્ન રોગ હોય છે તે માનસિક રોગ છે. જે આત્માને ભટકાવે, ભવ પરિભ્રમણ કરાવે એ આત્મિક રોગ છે. પહેલા બે રોગોનો ઇલાજ બધે જ શકય છે. એલોપેથીક, હોમીયોપેથીક, યુનાની વગેરે કંઇ કેટલીયે સારવાર પદ્ધતિઓ પ્રચલિત છે. પરંતુ આત્મરોગનો ઉપચાર કંઇ દરેક જગ્યાએ નથી હોતો. આત્મરોગના ચિકિત્સક બધે
[ 110 ]