________________
કયાં પવિત્રતા? કયાં શુચિ? કેમ રાખું આમાં રુચિ? તમારું પરમ પવિત્ર સ્વરૂપ અપાર્થિવ રૂપ. તમારી નિર્મળતાનો મને આસ્વાદ મળી ગયો. પ્રસાદ મળી ગયો. તે જન્મ અને મરણ પ્રક્ષીણ કરી નાખ્યાં છે. હું અનંતકાળથી જન્મ મૃત્યુમય બની રહ્યો છું. બીજા જન્મો તો ભૂલી ગયો. પણ સંજ્ઞી પંચેન્દ્રિયનાં જન્મમાં કેટલીયે વાર એક સાથે ૯ લાખ સંજ્ઞી મનુષ્યોની સાથે મેં જન્મ લીધો. ધક્કાઓ ખાધા, મૃત્યુ મેળવ્યું. અનેક નિષ્ફળ પ્રયત્નો પછી મારી એક મહેનત સફળ થઇ. બીજા ૮ લાખ ૯૯ હજાર ૯૯૯ ભાઇ બહેનોની સાથે સંઘર્ષ કરી એમને હટાવી પોતાનો નંબર લગાવ્યો. બધાને હટાવ્યા. બધાને હરાવ્યા, બધાને ભગાવ્યા. અને માતાના ગર્ભમાં પ્રવેશ કર્યો. એને જજીત માની લીધી. એવી રીતે કેટલીયે વાર જન્મ મૃત્યુને પોતે કર્યા અને અનેક વખત માતા પિતા બનીને બીજાઓનાં જન્મ મૃત્યુનું હું કારણ બન્યો. હે “વિહુયરયમલા”! તારો આ જ પવિત્ર પ્રસાદ આજે મને અમરત્વનું વરદાન આપી રહ્યો છે. હું “આત્મા” જન્મ મૃત્યુથી રરિહત છું એવો તું મને અનુભવ કરાવી રહ્યો છે. જન્મ મૃત્યુ કરતાં કરતાં કેટલાયે જન્મો ચાલ્યા ગયા. પણ જડ ચેતનનાં સંયોજનની મને કયાં ખબર હતી? અનાદિ અનંતકાળનાં પરિભ્રમણ પછી આજે તારો અનુગ્રહ મારાપર થયો તેથી મારી સંજ્ઞા પ્રજ્ઞામય બની રહી છે. તારી આજ્ઞાની રાહ જોવાઇ રહી છે. તારા આ બન્ને અદ્ભુત સ્વરૂપોને જોઇને જ મારાથી તારી સ્તુતિ થઇ રહી છે.
કેટેલો-અભુત છે આ જવાબ. પરમાત્માને પરમાત્માની ઓળખાણ એક ભકત કરાવી રહ્યો છે. તું એવો છે મહાન. મને થઇ ગઇ તારી ઓળખાણ. હું ભકત તું ભગવાન. આટલું સાંભળી પરમાત્મા કહે છે ભલે હવે તારી ભકિત સકારણ બતાવી રહ્યો છે. તો બોલ શું કારણ છે? જે જોઇએ તે લઇ લે. અને મને છોડ. બસ અવસરને ઓળખવાનો આજ સમય છે. ભગવાન પોતે ભકતને અનુગ્રહિત કરી રહ્યાં છે. આચારંગમાં કહ્યું છે
જહેલ્થ મએ સંધિ ઝોસિએ ભવતિા
એવં અન્નત્થ સંધિદુજ્જોસએ ભવતિજ્ઞા જેવો મોકો મને આજે મળ્યો છે એવો મોકો ફરી મળવો બહુ જ દુર્લભ છે. આ જન્મમાં જે લાહવો મળી રહ્યો છે તેવો લાહ્વો ફરી મળવો દુર્લભ છે. આજે એનો પૂરો લાભ લઇ લેવો જોઇએ. ફરી આવો અવસર દુર્લભ છે. માંગવાની તો અમને આદત છે. ભગવાન પાસેથી તો આપણે હમેંશા માંગતા રહ્યાં છીએ પણ આજે . ભગવાન સ્વયં આપી રહ્યાં છે. જગન્જનની સ્વયંનાં વાત્સલ્યમય, કરુણામય, આનંદમય સ્વરૂપે પ્રગટ થઇ રહી છે. માંગવાથી તો દુનિયામાં બધાં આપે છે, પણ વણમાગ્યે જે આપે તે માતા હોય છે.
તમે કયારેય આ રૂપક સાંભળ્યું હશે ? કે એક વખત એક નદી કિનારે કોઇ સંત પ્રાણાયામ કરી રહ્યાં હતાં, પ્રાણાયામની વિધિમાં નાકનાં બન્ને ફણગા એક એક
[88]