________________
૬૦: સ્વાધ્યાય સંચય
શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો; નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લો. ૪ કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લો. ૫
–શ્રીમદ્ રાજચંદ્ર, વિ. સં. ૧૯૪૧
બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત; સેવે સદ્ગુરુ કે ચરન, સો પાવે સાક્ષાત્. ૧ બૂઝી ચહત જો ખાસ કો, હૈ બૂઝન કી રીત; પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિતિ. ૨ એહી નહિ હૈ કલ્પના, એહી નહિ વિભંગ; કવિ નર પંચમકાળ મેં, દેખી વસ્તુ અભંગ. ૩ નહિ દે તું ઉપદેશ કે, પ્રથમ લેહિ ઉપદેશ, સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાની કા દેશ ૪ જપ, તપ ઔર વૃતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ, જહાં લગી નહિ સંત કી, પાઈ કૃપા અનૂપ. ૫ પાયા કી એ બાત હૈ, નિજ છંદન કો છોડ; પિછે લાગ સપુરુષ કે, તો સબ બંધન તોડ. ૬
– શ્રીમદ્ રાજચંદ્ર, મું. અ. ૧૯૪૭