________________
સ્વાધ્યાય સંચય : ૪૭
મોહભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત. ૧૩૯ સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન. ૧૪૦ સ્થાનક પાંચ વિચારીને, છઠું વર્તે છે; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. ૧૪૧ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો! વંદન અગણિત. ૧૪૨
– શ્રી નડિયાદ, આસો વદ ૧, ગુરુ, ૧૯૫૨
પરમપદપ્રાપ્તિની ભાવના
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો? સર્વ સંબંધનું બંધન તીણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પંથ છે? અપૂર્વ ૧ સર્વ ભાવથી ઔદાસી વૃત્તિ કરી; માત્ર દેહ તે સંચમહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જોય જ. અપૂર્વ - ૨ દર્શનમોહ વ્યતીત થઈ ઊપજો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ ૩