________________
૪૪ : સ્વાધ્યાય સંચય
કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ, પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદે? ૧૦૪ છોડી મત દર્શનતણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ૧૦૫ ષદનાં ષપ્રશ્ન તે, પૂછડ્યાં કરી વિચાર; તે પદની સર્વાગતા, મોક્ષમાર્ગ નિર્ધાર. ૧૦૬ જાતિ વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય. ૧૦૭ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ-અભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહિયે જિજ્ઞાસ. ૧૦૮ તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બોધ; તો પામે સમકિતને, • વર્તે અંતર શોધ. ૧૦૯ મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગરુલક્ષ; લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦ વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત. ૧૧૧ વર્ધમાન સમકિત થઈ, ટાળે મિઆભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગ પદ વાસ. ૧૧૨ કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન કહિયે કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧૩ કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪ છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા / કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. ૧૧૫