________________
સ્વાધ્યાય સંચય : ૪૨૯
નથી એકેય ઘડીનો નિર્ધાર રે, ઊંઘ તને કેમ આવે? આ તો સપના જેવો સંસાર રે, ઊંઘ તને કેમ આવે? અલ્યા! એળે ખોયો અવતાર રે, ઊંઘ તને કેમ આવે? તારે માથે છે જમનો માર રે, ઊંઘ કેમ આવે? તારા મનનું ધાર્યું થશે ધૂળ રે, કેમ આવે? ચાર તોલા છે મણમાં ભૂલ રે. કેમ આવે? કરી આવ્યો છે ગર્ભમાં કોલ રે, ઊંધ કેમ આવે? થોલ આવેલું થાય છે કથાલ રે, ઊંઘ કેમ આવે? જોતાં જોતાં આયુષ તૂટી જાય રે, ઊંઘ કેમ આવે? તારા ડહાપણમાં લાગી લાય રે, ઊંઘ તને કેમ આવે? કાંઠે આવેલું ડૂબશે જહાજ રે, ઊંઘ તને કેમ આવે? તારે કાજે કહે છે ઋષિરાજ રે, ઊંઘ તને કેમ આવે?
ર ર ર ર ર ર રે
પરમેશ્વર ઔર પરમ ગુરુ, દોનોં એક સમાન; સુંદર કહત વિશેષ પદ, ગુરુતે પાવે જ્ઞાન. ૧ પરમેશ્વર મેં ગુરુ બસે, પરમેશ્વર ગુરુ માંહી; સુંદર દોઉ પરસ્પર, ભિન્ન ભાવ કછુ નહી. ૨ સર્વજ્ઞ-જ્ઞાન વ્યાપક સકળ, ઘટ ધારે, ગુરુદેવ; સબ ઘટકો ઉપદેશ હૈ, સુંદર પાવે મેવ. ૩ તન મન ઇંદ્રિય વશકરણ, ઐસા સદ્ગુરુ શૂર; શંક ન આને જગત કી, હરિ સો સદા હજુર. ૪ ઠંદ્રરહિત નિર્મળ સદા, સુખ દુ:ખ એક સમાન; ભેદભેદ ન દેખિયે, સદ્ગુરુ ચતુર સમાન. ૫ સમદષ્ટિ શીતળ સદા, અદ્ભુત જાકી ચાલ; એસા સદ્ગુરુ કિજિએ, પલ મેં કરે નિહાલ. ૬