________________
સ્વાધ્યાય સંચય : ૪૨૭
સોબતે અસર આવે, લસણનો સંગ થાવે;
કસ્તૂરી સુગંધ જાવે રે. ઓ કાયા છે બગડ્યો હું તારી સંગે, રમ્યો પર રામ રંગે;
કુડાં કૃત્ય કીધાં અંગે રે. ઓ કાયા છે પારકી થાપણ રાખી, આળ ઓર શિર નાખી;
- જૂઠી મેં તો પૂરી સાખી રે. ઓ કાયા પ્રાણ પીંજરામાં ખારી, રહ્યો છું કરાર ધારી;
કાયા ના'વે કોઈ લ્હારી રે. ઓ કાયા ૦ મારો છેડો છોડો કાયા, કારમી લગાડો માયા;
તારાથી ભોળા ઠગાયા રે. ઓ કાયા છે કાયાની માયાને છોડી, શુકરાજ ગયા ઊડી;
પ્રાણ પીંજરાને તોડી રે. ઓ કાયા અનીતિનાં કામ તમે, સદા તજી પ્રભુ ભજો;
શામળાની શીખ સજો રે. ઓ કાયા
અમે મહેમાન દુનિયાના, તમે મહેમાન દુનિયાના; સહુ મહેમાન દુનિયાના, છીએ મહેમાન દુનિયાના. ૧૯ અહીં ઘડી પહોર કે દિન માસ, કે બહુ વર્ષ રહેવાના; છતાં ક્યારે જશું નક્કી, નહીં એ સાફ કહેવાના. ૨ બરાબર બાજરી ખૂટે, ઊઠીને તૂર્ત જાવાના, સંબંધી રોકશે તોયે, પછી ના પલક રહેવાના. ૩ પ્રભુની મહેર ત્યાં સુધી, અમો આ ખેલ જોવાના; નિહાળી વ્યામ તો એની, બઢો આનંદ લેવાના. ૪ જમા કીધું જશું મેલી, નથી કાંઈ સાથ લેવાના; નથી માલેક તો અંતે, અમો ફૂટી બદામોના. ૫