________________
સ્વાધ્યાય સંચય : ૪૧૯
તુમ નહીં કેરા, કોઈ નહીં તેરા, ક્યા કરે મેરા મેરા? તેરા હૈ સો તેરી પાસે, અવર સબે અનેરા. આપ ૦ ૨ વધુ વિનાશી તું અવિનાશી, અબ હૈ ઇનકો વિલાસી; વપુ સંગ જબ દૂર નિકાસી, કબ તુમ શિવ કા વાસી. આપ ૦ ૩ રાગ ને રીસા દોય ખવીસ, યે તુમ દુ:ખ કા દીસા; જબ તુમ ઉનકો દૂર કરીસા, તબ તુમ જગ કા ઇસા. આપ ૦ ૪ પર કી આશ સદા નિરાશા, યે હૈ જગ જન પાસા; તે કાટન કો કરો અભ્યાસા, લહો સદા સુખવાસા. આપ ૦ ૫ કબીક કાજી કબહીક પાજી, કબહીક હુવા અપભ્રાજી; કબહીક જગ મેં કીર્તિ ગાજી, સબ પુગલ કી બાજી. આપ ૦ ૬, શુદ્ધ ઉપયોગ ને સમતા ધારી, જ્ઞાન ધ્યાન મનહારી; કર્મ કલંક કો દૂર નિવારી, જીવ વરે શિવનારી. આપ૦ ૭
ભલે દુશ્મન બને દુનિયા
(ગઝલ) ભલે દુશ્મન બને દુનિયા, તમે ના કોપશો બાપુ અમીમય આંખ-ક્યારીમાં, અમલ ના રોપશો બાપુ. ૧ તમારી જ્યાં દયાદષ્ટિ, સદા ત્યાં છે અમીવૃષ્ટિ; બને સ્નેહી સકલ સૃષ્ટિ, સદા Æયે વસો બાપુ. ૨ અમારા દોષ ના જોશો, દયાળુ દુર્ગુણો ધોશો; અમે તો આપના છોરુ, સુબુદ્ધિ આપશો બાપુ. ૩ ખપી જવું પ્રેમમાં તારા, સમર્પણ એ અમે કહીએ; દફન થવું શેરીમાં તારી, અમારું સ્વર્ગ એ કહીએ.