________________
સ્વાધ્યાય સંચય : ૪૧૩
પ્રેમનો પંથ છે ત્યારો,
| સરવ થકી પ્રેમનો પંથ છે ત્યારો. જે જાણશે તે શિશ સાટે માણશે એમાં નથી ઉધારો; પ્રેમ અમલ આવ્યો એની આંખમાં, ઊતરે નહીં ઉતાર્યો. સરવ – ૧ આઠે પહોર રહે આનંદમાં, પ્રેમરસનો પીનારો; વ્હાલા વિના તેને લૂખું લાગે, સંસારસાગર ખારો. સરવ - ૨ પ્રેમરસ કહ્યામાં ન આવે, જાણે જાણનારો; પ્રીતમ પ્રેમીજન મળે તો, આતમરામ અમારો. સરવ ૦ ૩
વ્હાલા લાગો છો વિશ્વાધાર રે, સગપણ તમ સાથે; મેં તો સર્વે મેલ્યો સંસાર રે, સગપણ તમ સાથે. ૧ મારા મનમાં વસ્યા છો આવી શ્યામ રે, સગપણ તમ સાથે; તમારે કાજ તર્જે ધનધામ રે, સગપણ તમ સાથે. ૨ મારું મનડું લોભાયું તમ પાસ રે, સગપણ તમ સાથે, મને નથી બીજાની આશ રે, સગપણ તમ સાથે. ૩ મારે માથે ધણી છો તમે એક રે, સગપણ તમ સાથે; મારી અખંડ નિભાવજો ટેક રે, સગપણ તમ સાથે. ૪ મેં તો દેહ ધર્યો છે તમ કાજ રે, સગપણ તમ સાથે; તેને જોઈ મોહી છું ગુરુરાજ રે, સગપણ તમ સાથે. ૫ હું તો હેતે વેચાણી તમ હાથ રે, સગપણ તમ સાથે; બ્રહ્માનંદના વ્હાલા શ્રી નાથ રે, સગપણ તમ સાથે. ૬
મારે આવ્યો અલૌકિક દાવ રે, કોઈ મને શું કહેશે? માથા સાટે વર્યા મેં તો નાથ, કોઈ મને શું કરશે? ૧