________________
સ્વાધ્યાય સંચય : ૪૧૧
હજી હાથમાં છે બાજી, કર તું પ્રભુને રાજી;
મૂડી તારી થાશે તાજી રે... પામર ૦ ૭ હાથમાંથી બાજી જશે, પછીથી પસ્તાવો થાશે;
કશું ન કરી શકશે રે... પામર ૦ ૮ હાથમાંથી ધન ખોયું, ધૂળથી કપાળ ધોયું;
જાણપણું તારું જોયું રે... પામર ૦ ૯ મનનો વિચાર તારો, મનમાં રહી જનારો;
વળતી ન આવે વારો રે... પામર ૦ ૧૦ નીકળ્યો શરીરમાંથી, પછી તું માલિક નથી; કહે દલપત થી રે... પામર ૧૧
-~
જાય છે જગત ચાલ્યું રે હો જીવ જોને, જોને તું પાટણ જેવાં, સારાં હતાં શહેર કેવાં! આજ તો ઉજજડ જેવાં રે...... હો જીવ જોને ૦ ૧ વળી સિદ્ધપુર વાળો, મોટો જોને રૂદ્રમાળો; રહ્યો નથી તે રૂપાળો રે...... હો જીવ જોને ૦ ૨
ડા ડા રાણીજાયા, મેળવી અથાગ માયા; કાળે તેની પાડી કાયા રે..... હો જીવ જોને ૦ ૩ છે જેની છાયા થતી, રૂડી જેની રિદ્ધિ હતી; ક્યાં ગયા એ કરોડપતિ રે...હો જીવ જોને ૦ ૪ જરી જોયા જરી થાતા, હાકેમ હજારો હતા; તેના તો નવ લાગ્યા પતા રે....... હો જીવ જોને ૦ ૫ કોઈ તો કહે તે કેવા, આભના આધાર જેવા; ઊડી ગયા એવા એવા રે...... હો જીવ જોને ૦ ૬