________________
૪૦૮ : સ્વાધ્યાય સંચય
વીશ વર્ષે વિશ્વભર મળે, ભક્તિ કરે ભય જાય, હરિ સધાયા તે બહુ કમાયા, તેને મળિયા નિરંજન રાય; દાસ ધીરો કહે છે રે, મંડયા ચોરાશી ફરવા.... અંતે
હું દીન માનવ હું દીન માનવ સાધનહીન છું, આવ્યો છું તુમ ચરણે; અધમ તણા ઉદ્ધારક ગુરુજી, રાખી લ્યોને શરણે.
હું દીન માનવ ૦ ૧ ના જાણું હું રીતિ નીતિ, વિવેક પણ ના જાણું, બે હાથે મસ્તક ઝુકાવું, એટલું તો હું જાણું.
હું દીન માનવ - ૨ સ્તુતિ કરું છું મૂક બનીને, આંસુડાં સમજાવે; અંતર્ધ્વનિ નીકળ્યો રડવામાં, સ્વીકારી લ્યો એ ભાવે.
હું દીન માનવ ૦ ૩ અંતર વ્યાપી બહુ વ્યાકુળતા, તાલાવેલી તાનમાં, પુનિત મૂર્તિ સદ્ગુરુજીની ઝંખું નિશદિન મનમાં.
હું દીન માનવ ૦ ૪
વિનતી માહરી આજ વિનંતી માહરી આજ પરભાતની, નાથ! અંતરમહીં આપ ધરજો; આજની જિંદગી રાત સૂતા લગી, ચિત્તડે ચરણની પ્રીત ભરજો. વિનતી - ૧