________________
૧૬ : સ્વાધ્યાય સંચય
વિના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને સંસારરોગ મટાડવાને બીજું કોઈ હિતકારી ઔષધ નથી એમ વારંવાર ચિંતવન કરવું.
આ પરમ તત્ત્વ છે; તેનો મને સદાય નિશ્ચય રહો, એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો! અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ! નિવૃત્તિ થાઓ!
| હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. કંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા, જાગૃત થા; નહિ તો રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ, હવે તારે સપુરુષની આજ્ઞા નિશ્ચયે ઉપાસવા યોગ્ય છે.
ઝ શાંતિ: શાંતિ: શાંતિ:
હે કામ! હે માન! હે સંગઉદય! હે વચનવર્ગણા! હે મોહ! હે મોહદયા! હે શિથિલતા! તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ! અનુકૂળ થાઓ!
શ્રીમદ્ રાજચંદ્ર
પ્રાત:કાળની સ્તુતિ મહાદેવ્યા: કુક્ષિરત્ન, * શબ્દજીતવરાત્મજમ્;
રાજચંદ્રમાં વંદે, તત્ત્વલોચનદાયક.... ૧ જય ગુરુ દેવ! સહજાન્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી.
ૐ કાર બિંદુ સંયુક્ત નિત્ય ધ્યાયન્તિ યોગિન: કામદં મોક્ષદ ચૈવ, ઝ કોરાય નમોનમ: ૨
* પાઠાન્તર : શબ્દરૂતરવાત્મજમ્