________________
૩૬૮ : સ્વાધ્યાય સંચય
સંકેત કરવા ખારીને, પ્રાણપતિ અહીં આવ્યા; હરિણ દયાથી બહુ દયા, પ્રભુ મુજ પર લાવ્યા. ... ૧૨ ભવનાં લગ્ન નિવારવા, જાન મુક્તિની આણી; આંખે આંખ મિલાવીને, મને મુક્તિમાં તાણી. ... ૧૩ હું ભોળી સમજી નહીં, સાચી જગમાં અબળા; નાથે નેહ નિભાવિયો, ધન્ય સ્વામી સબળા. ... ૧૪ ભોગાવલીના જોરથી, ગૃહવાસમાં ફસિયા, ઋષભાદિક તીર્થંકરા, લલના સંગરસિયા. ... ૧૫ ભોગાવલીના અભાવથી, મારો સંગ ન કીધો; બ્રહ્મચારી મારા સ્વામીજી, જસ જગમાં લીધો. .. ૧૬ સ્ત્રીને ચેતાવવા આવિયા, સ્વામી ઉપકારી; આઠ ભવોની પ્રીતડી, પૂરી પાડી સારી. " ૧૭ હાથોહાથ ન મેળવ્યો, સ્વામી ગુણરાગી;
સ્વામીના એ કૃત્યથી, હું થઈ વૈરાગી. ... ૧૮ ત્રિજ્ઞાનીના કાર્યમાં, કાંઈ આવે ન ખામી; રાજુલ વૈરાગણ બની, શુદ્ધ ચેતના પામી. ... ૧૯ જૂઠાં સગપણ મોહથી, મોહની એ માયા; ભ્રાંતિથી જગ જીવડા, નાહક લલચાયા. ... ૨૦ નર કે નારી હું નહિ, પુદ્ગળથી હું ન્યારી; પુદ્ગળ-કાયા-ખેલમાં, શુદ્ધબુદ્ધતા હારી. ... ૨૧ નામ રૂપથી ભિન્ન હું, એક ચેતન જાતિ; ક્ષત્રિયાણી વ્યવહારથી, કોઈ મારી ન જ્ઞાતિ. .. ૨૨ અનંત કાળથી આથડી, સંસારમાં હું દુખી; વિષય-વિકારો સેવતાં, કોઈ થાય ન સુખી ... ૨૩