________________
૩૨૦ : સ્વાધ્યાય સંચય
ગુણ ગુણ પરિણતિ પરિણમે, બાધક ભાવ વિહીન, પ્ર દ્રવ્ય અસંગી અન્યનો, શુદ્ધ અહિંસક પીન. પ્ર. બા ૦ ક્ષેત્રે સર્વ પ્રદેશ મેં, નહીં પરભાવ પ્રસંગ, પ્ર અતનુ અયોગી ભાવથી, અવગાહના અભંગ. પ્ર. બા. ૭ ઉત્પાદ વ્યય ધ્રુવપણે, સહેજે પરિણતિ થાય, પ્ર. છેદન યોજનતા નહીં, વસ્તુ સ્વભાવ સમાય. ... બા ૦ ૮ ગુણ પર્યાય અનંતતા, કારક પરિણતિ તેમ, પ્ર. નિજનિજ પરિણતિ પરિણમે, ભાવ અહિંસક એમ. પ્ર. બા ૦ ૯ એમ અહિંસકતામયી, દીઠો તું જિનરાજ, પ્ર. રક્ષક નિજપર જીવનો, તારણતરણ જિહાજ. પ્ર. બા ૦ ૧૦ પરમાતમ પરમેસરુ, ભાવદયાદાતાર, પ્ર. સેવો બાવો એહને, દેવચંદ્ર સુખકાર. પ્ર. બા ૦ ૧૧
(૩) શ્રી બાહુ જિન સ્તવન સાહિબ બાહુ જિણેસર, વીનવું, વિનતડી અવધાર હો; ભવભયથી હું ઉભગ્યો, હવે ભવ પાર ઉતાર હો. સા - ૧ તુમ સરીખા મુજ શિર છતે, કરમ કરે કિમ જોર હો; ભુજંગતણો ભય તિહાં નહીં, જિહાં વનમાં વિચરે મોર હો. સા - ૨ જિહાં રવિ તેજે જળહળે, તિહાં કિમ રહે અંધકાર હો; કેસરી જિહાં ક્રીડા કરે, તિહાં નહિ ગજ પરિચાર હો. સા૩ તિમ જો તમે મુજ મન રમો, તો નાસે દુરિત સંસાર હો; વચ્છવિજય સુસીમાપુરી, રાય સુગ્રીવ મલ્હાર હો. સા. ૪ હરિણ લંછન એમ મેં સ્તવ્યો, મોહના રાણીનો કંત હો; વિજયાનંદન મુજ દીઓ, યશ કહે સુખ અનંત હો. સા. ૫