________________
૨૭૪ : સ્વાધ્યાય સંચય
જિનવર પૂજા રે તે નિજ પૂજના રે, પ્રગટે અન્વય શક્તિ; પરમાનંદ વિલાસી અનુભવે રે, દેવચંદ્ર પદ વ્યક્તિ. પૂ. ૭
(૩) શ્રી યશોવિજયજીકૃત સ્તવન સ્વામી તુમે કાંઈ કામણ કીધું, ચીતડું અમારું ચોરી લીધું, સાહેબા વાસુપૂજ્ય જિગંદા, મોહના વાસુપૂજ્ય જિર્ણોદા; અમે પણ તુમશું કામણ કરશું, ભક્તિ ગ્રહી મન ઘરમાં ધરશું. સા. ૧ મન ઘરમાં ધરિયા ઘરશોભા, દેખત નિત્ય રહેશો થિર થોભા; મન વૈકુંઠ અકુંઠિત ભકતે, યોગી ભાખે અનુભવ યુકતે. સા - ૨ કલેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર; જો વિશુદ્ધ મન ઘર તમે આવ્યા, પ્રભુ તો અમે નવનિધિ
ધ પામ્યા. સા. ૩ સાત રાજ અલગા જઈ બેઠા, પણ ભક્ત અમ મનમાં પેઠા; અલગાને વળગ્યા જે રહેવું, તે ભાણા ખડખડ દુ:ખ સહેવું. સા ૦ ૪ બાયક બેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે, ખીર નીર પરે તુમશું મળશું, વાચક યશ કહે હેજે હલશું. સા ૦ ૫
(૪) શ્રી મોહનવિજયજીકૃત સ્તવન
પ્રભુજીશું લાગી હો પૂરણ પ્રીતડી, જીવન-પ્રાણ આધાર, ગિરુઆ જિનજી હો રાજ! સાહિબ સુણજો હો માહરી વિનતિ, દરિસણ દેજો હો, દિલભરી શ્યામજી, અહો! જગગુરુ સિરદાર. ગિ – સા ૧ ચાહીને દીજે હો ચરણની ચાકરી,
ઘો અનુભવ અમ સાજ, ગિ ૦ ઇમ નવિ કીજે હો સાહિબાજી સાંભળો,
કાંઈ સેવકને શિવરાજ. ગિ છે સા ૨