________________
સ્વાધ્યાય સંચય : ૨૭૧
સયલ સંસારી ઇંદ્રિયરામી, મુનિગણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કેવલ નિષ્કામી રે. શ્રી શ્રે ૦ ૨ નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહીએ રે, જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહીએ રે. શ્રી શ્રે ૦ ૩ નામ અધ્યાતમ, ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છંડો રે; ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તો તેહશું રઢ મંડો રે. શ્રી શ્રે ૦ ૪ શબ્દ અધ્યાતમ અરથ સુણીને, નિર્વિકલ્પ આદરજો રે; શબ્દ અધ્યાતમ ભજના જાણી, હાણગ્રહણ મતિ ધરજો રે. શ્રી શ્રે ૦ ૫ અધ્યાતમ વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે; વસ્તુ ગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મતવાસી રે. શ્રી શ્રે૬
(૨) શ્રી યશોવિજયજીકૃત સ્તવન તુમે બહુમૈત્રી રે સાહેબા, મારે તો મન એક; તુમ વિણ બીજો રે નવિ ગમે, એ મુજ મોટી રે ટેક.
શ્રી શ્રેયાંસ કૃપા કરો. શ્રી - ૧ મન રાખો તુમે સવિતણાં પણ કિહાં એક મળી જાઓ, લલચાવો લખ લોકને, સાથી સહજ ન થાઓ. શ્રી - ૨ રાગ ભરે જન મન રહો, પણ તિહું કાલ વૈરાગ; ચિત્ત તુમારો રે સમુદ્રનો કોઈ ન પામે રે તાગ. શ્રી - ૩ એવા શું ચિત્ત મેળવ્યું, મેળવ્યું પહેલાં ન કાંઈ; સેવક નિપટ અબુઝ છે, નિર્વહેશો” તુમે સાંઈ. શ્રી - ૪ નિરાગી શું રે કિમ મિલે, પણ મળવાનો એકાંત, વાચક યશ કહે મુજ મિલ્યો, ભક્ત" કામણ તંત. શ્રી ૦ ૫ ૧. સાથે રહેનાર. ૨. અત્યંત. ૩. અજાણ. ૪. નિભાવશો. ૫. ભક્તિ વડે