________________
- સ્વાધ્યાય સંચય : ૨૫૯
સોભાગી ૦૪
હુઓ છીપે નહિ અધર અરૂણ જિમ ખાતાં પાન સુરંગ; પીવત ભરભર પ્રભુગુણ ખાલા, તિમ મુજ પ્રેમ અભંગ. ઢાંકી ઇશું પરાળશુંજી ન રહે લહિ વિસ્તાર; વાચક યશ કહે પ્રભુતણોજી, તિમ મુજ પ્રેમ પ્રકાર.
સોભાગી ૦૫
(૩) શ્રી મોહનવિજયજીકૃત સ્તવન પ્રભુજીશું બાંધી પ્રીતડી, એ તો જીવન જગદાધાર સનેહી, સાચો તે સાહિબ સાંભરે, ખીણ માંહે કોટિકવાર સનેહી,
વારી હું સુમતિ જિણંદને. ૧ પ્રભુ થોડાબોલો ને નિપુણ ઘણો, એ તો કાજ અનંત કરનાર સનેહી; ઓલગ જેહની જેવડી, ફળ તેવો તસ દેનાર. સ. વા ૦ ૨ પ્રભુ અતિ ધીરો લાજે ભર્યો, જિમ સીંઓ સુકૃતમાળ સનેહી; એકણ કરુણાની લહેરમાં, સુનિલાજે કરે નિહાલ. સ. વા ૦ ૩ પ્રભુ ભવસ્થિતિ પાકે ભક્તને, કોઈ કહે કીનરે પસાય સનેહી;
તુ વિના કહો કેમ તરુવરે, ફળ પાકીને સુંદર થાય? સ વા ૦ ૪ અતિ ભૂખ્યો પણ શું કરે, કાંઈ બીહું હાથે ન જમાય, સનેહી; દાસતણી ઉતાવળે પ્રભુ કીણવિધ રીઝયો જાય? સ ૦ વા ૦ ૫ પ્રભુ-લખિત હોય તો લાભીએ, મન માન્યા તો મહારાજ, સનેહી; ફળ તો સેવાથી સંપજે, વિણ ખણેય ન ભાંજે ખાજ, સ0 વા ૦ ૬ પ્રભુ વિચાર્યા નવિ વીસરો, સામો અધિક હોવે છે નેહ, સનેહી; મોહન કહે કવિ રૂપનો, મુજ વહાલો છે જિનવર એહ, સ0 વા. ૭
*
૧. વીચલો હોઠ. ૨. લાલ. ૩. શેરડી. ૪. ઘાસથી.