________________
૨૨૨ : સ્વાધ્યાય સંચય
શ્રી ગુરુરાજ મહારાજ સુણીજે, મેરી અરજ-અવાજ; ગરીબનવાજ રત્નત્રયીરૂપી, બગસીજે સ્વરાજ.
શ્રીમદ્ સદ્ગુરુ ૨ શ્રી સહજાત્મ સ્વરૂપ સુખકાર, શુદ્ધ ચૈતન્ય વિભુ રે વ્હાલા મારા નોંધારા આધાર; શરણ તમારે છું. શ્રીમદ્
O
પ્રીતમ પ્રેમના રે, પ્રેમે બાંધ્યા મુજના પ્રાણ; તમ પૂંઠે પૂંઠે ફરું રે, થઈને વણમૂલ્યે વેચાણ. તારક તમો વિના રે, અધક્ષણ અળગો રહ્યો ન જાય; પીડા પ્રેમની રે, કોના મુખ આગળ કહેવાય? પ્રભુ તુમ કારણે રે, મૂકી મેં તો લોકચાલની ચાલ; જગ વૈરી થયો રે, માથે અધિકી મૂકે આળ. ફિટકાર્યો ફરું રે, ભૂલી મારા ભુવન કેરું ભાન; ખૂબીના ખેલમાં રે, ગુરુ તારા ગુણમાં થયો ગુલતાન. લોક-સમાજને રે, કીધાં તમ માટે મેં ત્યાજ; તે તરછોડવા રે, તમને કેમ ઘટે મહારાજ ? અળગા ના થશો રે, સન્મુખ રહેજો સદ્ગુરુરાય; ભવ જળ બૂડતાં રે, બળ વિચારી પકડો બાંહ્ય. દીનના બંધુ છો રે, પરમ કૃપાળુ નામ પ્રણામ; રસિક રક્ષક સદા રે, યોગ ક્ષેમ કરતાં સુખધામ. વસ્તુ વિચારતાં રે, જગમાં શરણ આપનો આપ; રત્નત્રય લખ્યા હૈ, ઉપચારે સદ્ગુરુ સુપ્રતાપ.
રાજ ૦
·*.
શરણ ૦
શરણ ૦
શરણ ૦
શરણ ૦
શરણ ૦
શરણ ૦
શરણ ૦
શરણ ૦