________________
૨૦૪ : સ્વાધ્યાય સંચય
સદ્ગુરુ સુપ્રસન્ન કરવા જે ચહાય તે, ત્યાગે સર્વે જૂઠી મનની ટેક જો; પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાળવો, ગુરુ-ચરણે રહેવું અબળા થઈ છેક જો. -શ્રીમદ્ ૦ ૨ વળી એક વાત કહું છું અધિક વિવેકની, સત્પાત્રોના સાચા સુખને કાજ જો; ગુરુજન સંગે રાખો પૂરણ પ્રીતડી, ત્યાગી મદ, મત્સર, જૂઠી કુળલાજ જો. – શ્રીમદ્ ૩
સુખદાયક એક જાણો શ્રીમદ્ સદ્ગુરુ, અતિ દુ:ખદાયક મન પોતાનું જાણજો; માટે કાઢી નાખીને, મતિ-કલ્પના, સહુની સાથે બોલે અમૃત વાણ જો. – શ્રીમદ્ ૦ ૪ વળી સાંભળ, કહું સદ્ગુરુ રીઝની રીતડી, શ્રી મહાપ્રભુને, માન સંઘાતે વેર જો; સાધન સર્વે, માન બગાડે પલકમાં, જેમ ભળ્યું, પય-સાકરમાં અહિ-ઝેર જો. -શ્રીમદ્ ૦ ૫ દાસી થઈને રહેવું દીનદયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, ઇન્દ્રાદિક દેવોને પણ મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો. – શ્રીમદ્ ૦ ૬
પ્રીતિ કરે પરમારથ અર્થે નિત્ય નવી, દાઝે નહિ દેખીને પરસન્માન જો; માન મેલીને મગ્ન થઈને સેવતાં, સહેજે રીઝે શ્રી સદ્ગુરુ ભગવાન જો. – શ્રીમદ્ ૭