________________
૨૦૨ : સ્વાધ્યાય સંચય
જીવનમુક્ત કૃપાળુ રાજ ઉરમાં, મારા વિરાજો પ્રભો! તો સંસાર સમસ્ત કલેશ ટળીને, શાંતિ લહું હું વિભો! આ સૌ પુદ્ગલ કે વિભાવ મુજથી, વ્યારા છતાં તેહમાં, હું મારું ગણી દુ:ખમાં ભવ ભમ્યો, રાચી રહ્યો દેહમાં. આ ભ્રાન્તિ ગ્રહ છે મને વળગિયો, તે તો તમો સંહરો, દેષ્ટિમોહ હરી, સુદર્શન દઈ, સ્વાત્મસ્થ વૃત્તિ કરો; સ્વાત્મામાં સ્થિર હે પ્રભો! પ્રશમતાને સીંચતી મૂર્તિ શી! આપો બોધિસમાધિ, શાંતિ અમને શાશ્વત નિજાત્મિકશ્રી.
નાથ તેરે દર્શન કી બલિહારી, જાઉં વારી મેં વાર અપારી. ટેક પ્રભુદર્શન પ્રભુતા કે કારણ, કહત હે શાસ્ત્ર પોકારી; સ્વાનુભવ સે પ્રીત સત્ય, દર્શન નયન ઉધારી. નાથ - ૧ જેસો ય તેસો જ્ઞાન હોવે, ઇન મેં ન શંકા લગારી; તા કારણ વીતરાગ કી મુદ્રા, નીત્ય નિરખો નરનારી. નાથ૦ ૨ મહાસાગર મેં મત્સ્ય હોત હૈ, જિનમુદ્રા આકારી; સો દેખી અન્ય મચ્છ પ્રતિબૂઝે, પરભવ લેત સંભારી. નાથ ૦ ૩ અભયકુંવર આદ્રકુંવર કો ભેજી, પ્રભુપ્રતિમાં સુવિચારી; પ્રતિબોધ્યા શ્રી આદ્રકુંવરજી, નિરખત ધારી ધારી. નાથ ૦ ૪ પ્રભુપદ શુદ્ધ ચૈતન્યદ્રવ્યમાંહી, દેખ શકે ન સંસારી; તા કારણ સે નામ નમુના, આરોખા ઉપગારી. નાથ - ૫ નામ નમુના બિન મહાપ્રભુ સે, કિસ વિધ લાગે તારી; સાલંબની હુવે આલંબન, સ્વભાવે સુખાકારી. નાથ ૦ ૬ પ્રભુદર્શન સ્મરણ સેવન બિન, અવર નકો આધારી; રત્નરાજકું ભક્ત વચ્છલ પ્રભુ, દિયોજી ભક્તિ તિહારી નાથ - ૭