________________
૨૦૦ : સ્વાધ્યાય સંચય
દેવ કૃપાળુ દેવ! શ્રી રાજચન્દ્ર દેવ!
શ્રી સહજાત્મ દેવ! પરમ કૃપાળુ દેવ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ એ મંત્ર જાપતાં; સ્થિરતા થતી મુજ મન મહીં એ ભાવ ભાવતાં, દેવ કૃપાળુ દેવ!
સંકટ સકળ સંસારના સમભાવથી સહી; ચરણ ચહું તુજ સંતના સ્વરૂપમાં રહી. દેવ કૃપાળુ દેવ!
નિશદિન રહું તુજ ભક્તિમાં જગને ભૂલી જવા; નિ:શંક થઈ નિર્ભય બની, નિ:સંગ થઈ જવા. દેવ કૃપાળુ દેવ!
•*
શું સાર છે સંસારમાં?
જાગી જો જીવતું વિચાર કરી જો, શું સાર સંસારમાં? જીવો સર્વ દુ:ખી દુ:ખી, બળી રહ્યા, રાગાદિ અંગારમાં; આધિ વ્યાધિ ઉપાધિ આદિ દુ:ખનો સંતાપ જ્યાં સર્વદા, મૃત્યુ જન્મ જરાદિ દુ:ખ દરિયો, ત્યાં સૌખ્ય શું? જો કદા? ૧
પામી દુર્લભ આ મનુષ્ય ભવને જો તત્ત્વ જાણ્યું નહીં, આવ્યો પાર ન જો ભવાબ્ધિ દુ:ખનો શું શ્રેય સાધ્યું અહીં? હું છું કોણ? સ્વરૂપ શું મુજ તણું? આ બંધનો શાં બધાં? છેદી સર્વ પ્રપંચ સંસ્કૃતિ દુ:ખોનો અંત આણું કદા? ૨ ચોરાસી લખયોનિમાં જીવ ડૂબ્યા, ચારે ગતિમાં ભમે, વેદે દુ:ખ સદા પરાધીન રહી, સત્સૌખ્યમાં ના રમે; ચક્રી શક્ર સમા સુખી પણ ચહે, આત્મિક શાશ્વત સુખો, આ ચિંતામણિ યોગ સાર્થક કરું, છેદું ભવાબ્ધિ દુ:ખો. ૩